Saturday, May 2News That Matters

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં‘ઇનેબલિંગ ગુજરાત સર્ક્યુલર ટ્રાન્ઝિશન’ વિષય પર સેમિનાર યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં ‘Enabling Gujarat’s Circular Transition: Policies, Partnerships and Pathways’ વિષય પર સેમિનાર યોજાયો હતો.

વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, બદલાતા સમયમાં કચરો એ હવે સમસ્યા નહીં, પણ ‘રિસોર્સ મટીરિયલ’ છે. ઘરેલું કચરો પણ હવે એનર્જી ઉત્પન્ન કરવા માટેના સ્રોતના રૂપમાં ઉપયોગી બની રહ્યો છે. સર્ક્યુલર ઇકોનોમીના માર્ગે ચાલી રાજ્ય સરકાર પર્યાવરણ જાળવણીની સાથે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *