Tuesday, February 17News That Matters

Author: Admin Admin

ક્વાંટ તાલુકાનાં સિંહદા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા પહોંચી

ક્વાંટ તાલુકાનાં સિંહદા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા પહોંચી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર તાલુકાના કવાંટ તાલુકામાં સિંહદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા રથ પર સ્વસ્તિક બનાવી અને શ્રીફળ વધેરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે અને કોઈ પણ વ્યક્તિ સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા PM KISAN, નેનો યુરિયા, ડ્રોનના ઉપયોગ સંબધી માહિતી આપવામાં આવી હતી. પશુપાલન વિભાગ દ્વારા વાછરડી ઉછેર સહાય, KCC વિશે જાણ કરવામાં આવી હતી.આ ઉપરાંત મહિલા બાળ વિકાસ , જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા પણ ઉપયોગ લક્ષી માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં મિશન મંગલમ દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયુ હતું. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડની કામગીરી કરવામાં આવી, TB સ્કીનિંગ, હેલ્થ ચેકઅપનો લાભ પણ સ્થળ પર જ આપવામાં આવ્યો. સ્થળ પર જ સર...
ધોળકા ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજયો

ધોળકા ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજયો

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ધોળકા         ધોળકા ખાતે ભારતીય જનતા પાર્ટીનાં નવ વર્ષ અનુસંધાને સ્નેહ મિલન સમારોહ વૌઠા ખાતે યોજાયો. જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ધોળકા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, ધોળકાના સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત અને સંગઠનના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં મોરચાના હોદેદારો અને કાર્યકરોની હાજરીમા સ્નેહમિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો. જેમાં ભુપેન્દ્રસિંહની પ્રાસંગિક ઉદબોધન તેમજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહનુ કાર્યક્રમને અનુરુપ તેમજ ધારાસભ્ય દ્વારા ઉદબોધન કરીને કાર્યકરોને 2024 માટે વિશેષ તૈયારી કરવાનું આહવાન કરવામાં આવ્યું. રિપોર્ટર : વિજય સોલંકી, ધોળકા...
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠાના મેળા આયોજન પૂર્વ તૈયારીઓ શરૂ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠાના મેળા આયોજન પૂર્વ તૈયારીઓ શરૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ        ગુજરાતના ઐતિહાસિક અને વસ્તીની દૃષ્ટિએ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સૌથી મોટા મેળો એટલે વૌઠાના મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ વૌઠાના સરપંચ રાજેન્દ્રભાઈ વસાવા, અમદાવાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા, તાલુકા વિકાસ અધિકારી બી.બી.પરમાર, ધોળકા ડી.વાય.એસ.પી. પટેલ ની ઉપસ્થિતિમાં પ્રત્યક્ષ વાર્તાલાપ કરીને વૌઠાના મેળામાં પૂર્વ તૈયારીમા કેવા કેવા સુવિધાયુક્ત પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેમજ સપ્તનદી સંગમમાં ભરાતા આ મેળામાં પ્રાચીન મહતવમા, એક પાડવકાલીન મહાદેવના વિવિધ મહાત્મ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી. આવનારા માનવ મહેરામણ સગવડતા માટે પોલીસ તંત્ર, એસ.ટી. વિભાગ દ્વારા આયોજન પૂર્વતૈયારી કઈ રીતે કર્યા છે, એનું સુક્ષ્મ અવલોકન કરવામાં આવ્યું તેમજ પ્લોટો ની હરાજીમાં તાલુકા પંચાયત સ્ટાફની ઉમદા કામગીરી ને પણ નજીકથી જોઈને ત્યાં બહારથી આવનાર નાના વ...
ભાવનગર જીલ્લા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો તા. ૨૩/૧૧/૨૦૨૩ ના રોજ યોજાશે

ભાવનગર જીલ્લા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો તા. ૨૩/૧૧/૨૦૨૩ ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર     ગુજરાત સરકાર ની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તારીખ ૨૩/૧૧/૨૦૨૩ ના રોજ સવારે-૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રેહશે. અને ભરતી મેળા ના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રેહવા જણાવવામાં આવે છે. ખાસ નોંધ: ઉક્ત એપ્રેન્...
સોમનાથના કાર્તિક પૂર્ણિમા મેળા નિમિત્તે ટ્રાફિક સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું

સોમનાથના કાર્તિક પૂર્ણિમા મેળા નિમિત્તે ટ્રાફિક સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ગીર સોમનાથ       સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર મુકામે આવેલ ગોલોકધામ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળાનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવનાર છે. આ મેળામાં બહોળી સંખ્યામાં યાત્રાળુઓની અવર-જવરના કારણે લોકોની સલામતી માટે કોઈ અકસ્માતનો બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.વી.લીંબાસીયા દ્વારા એક માર્ગીય રૂટ અને નો-પાર્કીંગ ઝોન અંગેનુ જાહેરનામુ બહાર પાડવા આવ્યુ છે. જેમા શ્રી સોમનાથ મંદિર મુકામે આવેલ ગોલોકધામ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર કાર્તિકી પૂર્ણિમાનાં મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ટ્રાફીક નિયમન માટે એક માર્ગીય રૂટ ગુડલક સર્કલથી હમીરજી સર્કલથી પ્રજાપતિ ધર્મશાળા ત્રણ રસ્તાથી સફારી સર્કલ નવા સિમેન્ટ ત્રણ રસ્તા સુધીનો રોડ એક માર્ગીય રહેશે તેમજ નો-પાર્કીંગ ઝોન ગુડલક સર્કલથી હમીરજી સર્કલથી ગીતા મંદિર સુધી અને પ્રજાપતિ ધર્મશાળા ત્...
જામનગર જિલ્લાના ખેડૂતો માટે પરપ્રાંતીય ખેતમજૂરોને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

જામનગર જિલ્લાના ખેડૂતો માટે પરપ્રાંતીય ખેતમજૂરોને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, જામનગર પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના ખેડૂતો પોતાની ખેતીવાડીમાં કામ માટે પરપ્રાંતીય ખેતમજૂરો/અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. આવા પરપ્રાંતીય ખેતમજૂરો જે જગ્યાઓ પર કામ કરે છે, ત્યાં તેઓ અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય ખેતમજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે. જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોની જિંદગી-સલામતી જળવાઈ રહે તે જરૂરી જણાય છે. તેથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, જામનગર જિલ્લામાં કોઈપણ ખેતી વાડીના માલિક પોતાના ખેતરમાં કામ માટે પરપ્રાંતીય મજૂર...
‘સર્વે ભવન્તુ સુખિનઃ’ની ભાવના લક્ષમાં લઈ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પરિસરમાં યોજાયો ‘ધન્વન્તરી યજ્ઞ’

‘સર્વે ભવન્તુ સુખિનઃ’ની ભાવના લક્ષમાં લઈ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પરિસરમાં યોજાયો ‘ધન્વન્તરી યજ્ઞ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       ધનતેરસના પવિત્ર દિવસે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર માર્ગદર્શિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાં ધનવંતરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત આયુર્વેદ વિભાગના વૈદ્ય વિજયસિંહ ગોહિલ સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. "આયુર્વેદના જ્ઞાનને પુસ્તકો, ગ્રંથો અને ઘરગથ્થુ ઉપચારોમાંથી બહાર લાવવાની અને આ આધુનિક જરૂરિયાતો અનુસાર પ્રાચીન જ્ઞાનનો વિકાસ કરવાની જરૂર છે" વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચનને સાર્થક કરતા શારીરિક સુખાકારીના આરાધ્ય દેવ ધન્વન્તરીની છબિ સમક્ષ યોજાયેલા યજ્ઞ દરમિયાન ભૂદેવશ્રી દ્વારા શાસ્ત્રોક્તવિધિ અને શ્લોકના માધ્યમથી પૌરાણિક શાસ...
દબાણ હટાવ શાખા દ્વારા તા. ૦૧-૧૧-૨૦૨૩થી તા. ૦૬-૧૧-૨૦૨૩ દરમ્યાન કુલ ૨૬ રેંકડી / કેબીન અને ૨૧૯ બોર્ડ / બેનરો જપ્ત કરેલ

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૦૧-૧૧-૨૦૨૩થી તા. ૦૬-૧૧-૨૦૨૩ દરમ્યાન કુલ ૨૬ રેંકડી / કેબીન અને ૨૧૯ બોર્ડ / બેનરો જપ્ત કરેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૦૧/૧૧/૨૦૨૩ થી ૦૬/૧૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જ્યુબેલી માર્કેટ મેઈન રોડ,ગુંદાવાડી, ધરાર માર્કેટ, મોચીબજાર, ખડપીઠ, નાના મૌવા મેઈન રોડ, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૨૬ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. લાખાજીરાજ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, એરપોર્ટૅ રોડ, ગુંદાવાડી, પેલેશ રોડ, કરણસિંહજી હાઈસ્કુલ, ખડપિઠ, જ્યુબેલી, પરાબજાર, મોચી બજાર, ગાયત્રીનગર મેઈન રોડ, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, ગુરુવંદના માર્કેટ, ચુનારાવાડ, બાપાસિતારામ ચોક, રામાપીર ચોકડી, પટેલ કન્યા છાત્રાલય, નાણાવટી ચોક પરથી જુદીજુદી અન્ય ૧૬૩ પરચુર...
જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૧ નાગરિકો સામે દંડની કાર્યવાહી: ૩.૬ કી. ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૧ નાગરિકો સામે દંડની કાર્યવાહી: ૩.૬ કી. ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Gujarat
“સ્વચ્છતા હી સેવા” અભિયાન હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ      “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૭/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૧ નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને ૩.૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.૦૨, ૦૩, ૦૭, ૧૩, ૧૪ તથા ૧૭ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટી...
સ્વચ્છતા હી સેવા અંતર્ગત શીહોર તાલુકાના સર ગ્રામ પંચાયત કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

સ્વચ્છતા હી સેવા અંતર્ગત શીહોર તાલુકાના સર ગ્રામ પંચાયત કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર        ભાવનગરના શીહોર તાલુકાના સર ગ્રામ પંચાયત કચેરીમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં ગ્રામ પંચાયત કચેરીની આસપાસ કચરાની સફાઇ કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ હતો આ ઉપરાંત કચેરીની આસપાસ ઊગી નીકળેલા બાવળને કાપીને સફાઇ હાથ ધરવામાં આવી હતી....