હિન્દ ટીવી – ગુજરાતી, અમદાવાદ
ગુજરાતના ઐતિહાસિક અને વસ્તીની દૃષ્ટિએ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સૌથી મોટા મેળો એટલે વૌઠાના મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ વૌઠાના સરપંચ રાજેન્દ્રભાઈ વસાવા, અમદાવાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા, તાલુકા વિકાસ અધિકારી બી.બી.પરમાર, ધોળકા ડી.વાય.એસ.પી. પટેલ ની ઉપસ્થિતિમાં પ્રત્યક્ષ વાર્તાલાપ કરીને વૌઠાના મેળામાં પૂર્વ તૈયારીમા કેવા કેવા સુવિધાયુક્ત પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેમજ સપ્તનદી સંગમમાં ભરાતા આ મેળામાં પ્રાચીન મહતવમા, એક પાડવકાલીન મહાદેવના વિવિધ મહાત્મ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી. આવનારા માનવ મહેરામણ સગવડતા માટે પોલીસ તંત્ર, એસ.ટી. વિભાગ દ્વારા આયોજન પૂર્વતૈયારી કઈ રીતે કર્યા છે, એનું સુક્ષ્મ અવલોકન કરવામાં આવ્યું તેમજ પ્લોટો ની હરાજીમાં તાલુકા પંચાયત સ્ટાફની ઉમદા કામગીરી ને પણ નજીકથી જોઈને ત્યાં બહારથી આવનાર નાના વેપારીઓને ન્યાય અને સરળતાથી સ્ટોલ નાખી શકે એ થકી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

રિપોર્ટર : વિજય સોલંકી, અમદાવાદ
