Tuesday, February 17News That Matters

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૦૧-૧૧-૨૦૨૩થી તા. ૦૬-૧૧-૨૦૨૩ દરમ્યાન કુલ ૨૬ રેંકડી / કેબીન અને ૨૧૯ બોર્ડ / બેનરો જપ્ત કરેલ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ 

         રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૦૧/૧૧/૨૦૨૩ થી ૦૬/૧૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જ્યુબેલી માર્કેટ મેઈન રોડ,ગુંદાવાડી, ધરાર માર્કેટ, મોચીબજાર, ખડપીઠ, નાના મૌવા મેઈન રોડ, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૨૬ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

લાખાજીરાજ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, એરપોર્ટૅ રોડ, ગુંદાવાડી, પેલેશ રોડ, કરણસિંહજી હાઈસ્કુલ, ખડપિઠ, જ્યુબેલી, પરાબજાર, મોચી બજાર, ગાયત્રીનગર મેઈન રોડ, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, ગુરુવંદના માર્કેટ, ચુનારાવાડ, બાપાસિતારામ ચોક, રામાપીર ચોકડી, પટેલ કન્યા છાત્રાલય, નાણાવટી ચોક પરથી જુદીજુદી અન્ય ૧૬૩ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.

જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, જંકશન રોડ, પરથી ૭૭૭ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

રૈયાધાર મેઈન રોડ, લાખના બંગલા વળો રોડ. વેસ્ટ ઝોન વિસ્તાર, કાલાવડ રોડ, ગોવર્ધનચોક, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, લિમડા ચોક, આહિર ચોક, એસ્ટ્રોન ચોક પાસેથી ૨૧૯ બોર્ડ-બેનર જપ્ત કરેલ છે.     

              

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *