મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો ટ્રસ્ટ ઇન ઇન્ડીયા વચ્ચે MOU સંપન્ન
હિન્દ ટીવી- ગુજરાતી, અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝિરો ઇમિશન્સ શૂન્ય ઉત્સર્જન સુધી પહોચાડવા દર્શાવેલી પ્રતિબદ્ધતામાં ગુજરાતે એક પહેલ રૂપ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ પણ આ વેળાએ સહભાગી થયા હતા. આ MOU ના પરિણામે કાર્બન માર્કેટના આયોજન અંગે વિચાર કરનારૂં દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવેમ્બર-ર૦ર૧ ગ્લાસગોમાં યોજાયેલી યુ.એન. કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-ર૬ માં ભારતને ર૦૭૦ સુધીમાં નેટ ઝિરો ઇમિશન્સ તરફ લઇ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં ભારતે ર૦૩૦ સુધીમાં પ૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફયુઅલ ઇલેકટ્રીસિટી કેપેસિટી સુધી પહોચવા પાં...









