Sunday, February 15News That Matters

જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ-૨૦૨૧ ઝોન કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાઓ પૂર્ણ

હિન્દ ટીવી- ગુજરાતી, બોટાદ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-બોટાદ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી- ઓડિટોરિયમ હોલ બોટાદ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી.કાતરીયાના દેખરેખ હેઠળ તાજેતરમાં ગ્રામ રક્ષક દળના મહિલા કર્મચારીઓ સાથે કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત પોલીસ અધિક્ષક  ડૉ. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાયદાકીય સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ રક્ષક દળના મહિલા સભ્યોને કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની કાયદાકીય માહિતી તથા વિવિધ યોજનાકીય જેમાં વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની માહિતી સાથે જ, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્‍દ્રની માહિતી આપવામાં આવી હતી તેમજ જેન્‍ડર રિસોર્સ સેન્‍ટર દ્વારા નિર્દેશિત “પ્રતિકાર” ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીનાબેન વ્યાસ તથા સ્વાગતવિધિ તેમજ આભારવિધી ફાલ્ગુનીબેન સોલંકી દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા સ્થાનિક ફરિયાદ સમિતિના અધ્યક્ષ સંગીતાબેન દવે, જિલ્લા સ્થાનિક ફરિયાદ સમિતિના સભ્ય તથા પ્રોગ્રામ ઓફિસરશ્રી મમતાબેન કથીરીયા, એડવોકેટ પી.બી.બારોટ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *