Sunday, February 15News That Matters

જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ-૨૦૨૧ ઝોન કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાઓ પૂર્ણ

હિન્દ ટીવી- ગુજરાતી

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત તથા જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણના સહયોગથી પાટણના રમતગમત સંકુલ ખાતે તા.૧૫/૦૫/૨૦૨૨ થી તા.૨૨/૦૫/૨૦૨૨ દરમ્યાન ખેલ મહાકુંભ-૨૦૨૧ ઝોન કક્ષાની બાસ્કેટ બોલ ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર-૧૪ કેટેગરીમાં ૮ ટીમો, અંડર-૧૭ કેટેગરીમાં ૮ ટીમો, ઓપન એજ કેટેગરીમાં ૬ ટીમો મળી કુલ ૨૬૪ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ઓપન એજ ભાઈઓમાં અમદાવાદ સીટી ટીમ ચેમ્પિયન અને મહેસાણા ટીમ રનર્સ અપ, અંડર-૧૭માં ગાંધીનગર ગ્રામ્ય ટીમ ચેમ્પિયન અને અમદાવાદ સીટી ટીમ રનર્સ અપ જ્યારે અંડર-૧૪ ભાઈઓમાં પાટણની DLSS ટીમ ચેમ્પિયન અને સાબરકાંઠા ટીમ રનર્સ અપ થઇ હતી. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *