Monday, February 16News That Matters

Author: Admin Admin

છોટાઉદેપુર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ધરણા યોજવા, રેલી કાઢવા પર પ્રતિબંધ

છોટાઉદેપુર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ધરણા યોજવા, રેલી કાઢવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડ ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ તેમને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટની હુકુમત હેઠળના વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર, જિલ્લાના બોડેલી, કવાંટ, જેતપુર પાવી, નસવાડીતથા સંખેડા તાલુકા સેવાસદનની બહાર કે દર જિલ્લા/તાલુકા સેવાસદનના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં આ જાહેરનામા અન્વયે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય અનધિકૃત/ગેરક...
મિલ્કતો ભાડે આપતા માલિકોએ ભાડૂઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી

મિલ્કતો ભાડે આપતા માલિકોએ ભાડૂઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ અગર તો આવી મિલ્કતો ભાડે આપે તો તેની માહિતી નિયત નમૂનામાં તૈયાર કરી નજીકના પોલીસ સટેશન અને મામલતદાર કચેરીમાં આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે. હેરનામામાં જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોઇ મકાન, દુકાન, ઓફિસ, ઔદ્યોગિક એકમોના માલિકો/સંચાલકોએ એકમો ભાડે આપ્યા હોય તેવી મિલ્કતોની માહિતી, ભાડૂઆત અને સંબંધિત સંચાલક કે જેઓએ ભાડૂઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી વિગતો નિયત નમૂનામાં તૈયાર કરી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. તથા ઘરઘાટી/મજુરો રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપ્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં ઘરઘાટી/મજુર રાખી શકાશે નહીં. આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરની હકુમત હેઠળન...
બેન્ક, દુકાન, હોસ્પિટલો સહિતની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજીયાત

બેન્ક, દુકાન, હોસ્પિટલો સહિતની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજીયાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલ્કત સંબંધી ગુનાઓ જેવા કે વાહન ચોરી, ઘરફોડ ચોરી, લુંટ ધાડ જેવા ગુના બનતા હોય છે. જેથી જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા, તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડી બને છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ તેમને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લાની નીચે મુજબની જગ્યાએ સીસીટીવી ગોઠવવા જાહેનામું બહાર પાડી હુકમ કર્યો છે. જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો, સરકારી તથા ખાનગી બેન્કો, એ.ટી.એમ, ખાનગી હોસ્પિટલો, આંગડિયા પેઢી, શોપિંગ કોમ્પ્લેક્ષ/થિયેટર્સ/કોમર્શિયલ સેન્ટર ઉપર સિકયુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી. તેમજ જગ્યાઓના પાર્કિંગ, ભોંયરૂં, તમામ માળ પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી. જેમાં ઇમેજ-કલર, ઇમેજ...

છોટાઉદેપુર જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ પથિક સોફટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરવાની રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસમાં આવતા આગંતુકોને રૂમ ભાડે આપતી વખતે રૂમ ભાડે રાખનાર પાસેથી તેઓની ઓળખાણના પુરાવા જેવા કે, ઓળખકાર્ડ, આધારકાર્ડ, ઇલેકશનકાર્ડ, પાનકાર્ડવિગેરેની નકલો મેળવીને રૂમ આપે તેનું અલાયદું રજીસ્ટર નિભાવવું જરૂરી છે. સાથો સાથ રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર, સ્કેનર રાખી અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK(PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજે રોજની વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ જાહેરનામું બહાર પાડી સુચના જારી કરી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયા અનુસાર જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરન...
છોટાઉદેપુર જિલ્લામાં હથિયારો ઉપર મુકાયો પ્રતિબંધ

છોટાઉદેપુર જિલ્લામાં હથિયારો ઉપર મુકાયો પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. 21/12/2022 થી તા.20/01/2023 (બંને દિવસો સહિત) શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર (અઢી ઇંચથી વધારે લાંબું છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવાની કે અન્ય રીતે સ્વબચાવ સિવાય સાથે રાખીને ફરવાની મનાઇ કરવામાં આવી છે. આ જાહેરનામું જે વ્યક્તિઓ સરકારી અથવા અર્ધસરકારી નોકરી અથવા કામગીરીમાં હોય અને તેમને જેના ઉપરી અધિકારીઓએ આવું કોઇ હથિયાર લઇ જવા ફરમાવ...
છોટાઉદેપુર જિલ્લામાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા

છોટાઉદેપુર જિલ્લામાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સીસીટીવી અંતર્ગત અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલા વિશ્વાસ કેમેરા દ્વારા ગુણવત્તાસભર રેકોર્ડિંગ થાય તે સારું વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.      જાહેરનામામાં જણાવ્યાનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ ચોકડીથી વસુંધરા મિલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ હાઉસથી પેટ્રોલપંપ ચોકડી, બસસ્ટેશન, એસ.બી.આઇ બેન્ક સુધીનો સમગ્ર રોડ, પેટ્રોલ પંપ ચોકડીથી રંગપુર નાકા સુધીનો સમગ્ર રોડ, જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર પાવી એસ.ટી ચોકથી ૧૦૦ મીટર આજુબાજુનો હાઇ-વે રોડ પરનો વિસ્તાર, બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડેલી એસ.ટી ડેપોથી...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળા ની ઋતુમાં વધુ વપરાતી ખાધચીજો ના ચેકીગ તથા નમૂના લેવાની જુબેશ હાથ ધરાઈ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળા ની ઋતુમાં વધુ વપરાતી ખાધચીજો ના ચેકીગ તથા નમૂના લેવાની જુબેશ હાથ ધરાઈ

Gujarat
હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળા ની ઋતુમાં વધુ વપરાતી ખાધચીજો ના ચેકીગ તથા નમૂના લેવાની જુબેશ ના ભાગરૂપે નીચે મુજબ નમૂના લેવામાં આવેલ છે. તથા ચેકિગ દરમિયાન શ્રી બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રી નગર-૦૬ કોર્નર, હેમંતનગર, શીતલ પાર્ક ચોક પાસે, ૧૫૦ રીંગરોડ, રાજકોટ ખાતે કુલ આશરે ૨૪૦ કિલોગ્રામ ખજૂર બગડેલો, વાસી, અખાધ જણાતા નાશ કરવામાં આવેલ છે.          ·  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલ તથા ૧૨ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (૦૧)શ્રી ઉમિયા પાન & કોલ્ડ્રિ...
શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તથા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી યુ.આર.સી. કક્ષાના વિવિધ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૨૨

શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તથા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી યુ.આર.સી. કક્ષાના વિવિધ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૨૨

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તથા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી યુ.આર.સી. કક્ષાના વિવિધ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૨૨  નું તા. ૧૯ અને ૨૦ સોમવાર અને મંગળવારના રોજ ઈસ્ટ ઝોનનો રણછોડદાસજી પ્રાથમિક શાળા  નં – ૧૫, સેન્ટર ઝોન નો શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રા. શાળા નં - ૪૮ ખાતે અને વેસ્ટ ઝોન નો શ્રી શ્યામા પ્રસાદ મુખરજી શાળા નં - ૬૯ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રદર્શનનો શુભારંભ તા. ૧૯-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જ્યારે સમાપન તા. ૨૦ મી એ બપોરે ૩:૩૦ કલાકે કરવામાં આવેલ. સમગ્ર રાજકોટ શહેરના નગરજનો, ગણિત-વિજ્ઞાનમાં રસ ધરાવતા વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે અગ્રણ્ય મહાનુભાવો દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવ્યુ. સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત,વા. ચેરમેન સંગીતાબેન છાયા,શાસનાધિકારી કિરીટસિંહ પરમાર આયોજ...
અંજાર તાલુકાના ૦૨ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો માટે અરજી મંગાવાઈ

અંજાર તાલુકાના ૦૨ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો માટે અરજી મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ અંજાર તાલુકાના ચાંદ્વોડા પ્રા.શાળા કેન્દ્ર નં ૧૭, ભલોટ.પ્રા.શાળા કેન્દ્ર નં ૧૯, આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મામલતદારની કચેરી અંજાર ખાતેથી મેળવીને સંપુર્ણ વિગત ભરીને આગામી તા. ૩૧/૧૨/૨૦૨૨ના કચેરીના સમય દરમ્યાન મળે તે રીતે ટપાલથી મામલતદાર કચેરી અંજાર મોકલી આપવાની રહેશે.         તા.૩૧/૧૨/૨૦૨૨ બાદ મળેલ અરજી ધ્યાને લેવામા આવશે નહી. અગાઉ કરેલ અરજી માન્ય રહેશે નહી. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે અને એક વ્યકિતએ એક કેન્દ્ર માટે એક જ અરજી કરવી. અગાઉ ગેરરિતી સબબ છુટા કરેલ સંચાલકોને નિમણુક માટે લાયક ગણવામાં આવશે નહી. ઉમેદવારી માટેની જરુરી લાયકાત શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી.પાસ. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહિ મળે તો તેનાથી નીચે ધોરણ–૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. વય મર...
ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓમાં જાગૃતિ આવે તે હેતુથી અપાઈ કાયદાઓની જાણકારી

ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓમાં જાગૃતિ આવે તે હેતુથી અપાઈ કાયદાઓની જાણકારી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ખારવા સમાજ વેરાવળ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઉપસ્થિત મહેમાનોનું દિપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા વિશે સમજ આપી કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીએ ઘરેલુ હિંસાની માહિતી આપી હતી તો મહિલા પોલિસ સ્ટેશન દ્વારા મહિલાઓને જાગૃત બની આવા કિસ્સાઓમાં પોલિસની મદદ લેવા માટે સમજાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર તેમજ અભયમ હેલ્પલાઈન અને વન સ્ટોપ સેન્ટર તેમજ જિલ્લા અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓને ઉપયોગી ‘સંકટ સખી મોબા...