અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને આરોગ્ય વીડીયો કોન્ફરન્સ યોજાઇ
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ
કમિશનર આરોગ્ય અને તબીબી સેવાઓ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા બ્લોક હેલ્થ મેળા ૧૬મીએ આવનાર હેલ્થ એન્ડ વેલનેસ ડે (ટેલી મેડિસીન), PM-JAY યોજના અંગે અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કચ્છ-ભુજ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના વડપણ હેઠળ જિલ્લા કચેરી ખાતે સૌ સબંધિત અધિકારીઓ જોડાયા હતા. આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના તાલુકા કક્ષાના આરોગ્ય મેળા અને તેમાં કામગીરીથી સંકળાયેલા વિભાગો આરોગ્ય, સંકલિત બાળ વિકાસ યોજના, શિક્ષણ વિભાગ, ગ્રામસભામાં ગ્રામ પંચાયત દ્વારા અને યુવા વિકાસ અધિકારી દ્વારા યુવાઓમાં આ અંગે જાગૃતિ માટેના પ્રયાસો અને અમલીકરણ, રમતગમત અધિકારી, પ્રશિક્ષણ કેન્દ્રના કોચ મહિલા અને બાળ અધિકારી, માહિતી વિભાગ અને આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવાની થતી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકાર...



