Sunday, February 15News That Matters

અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને આરોગ્ય વીડીયો કોન્ફરન્સ યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

      કમિશનર આરોગ્ય અને તબીબી સેવાઓ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા બ્લોક હેલ્થ મેળા ૧૬મીએ આવનાર હેલ્થ એન્ડ વેલનેસ ડે (ટેલી મેડિસીન), PM-JAY યોજના અંગે અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કચ્છ-ભુજ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના વડપણ હેઠળ જિલ્લા કચેરી ખાતે સૌ સબંધિત અધિકારીઓ જોડાયા હતા. આરોગ્ય કમિશનર શાહમીના હુસેનના તાલુકા કક્ષાના આરોગ્ય મેળા અને તેમાં કામગીરીથી સંકળાયેલા વિભાગો આરોગ્ય, સંકલિત બાળ વિકાસ યોજના, શિક્ષણ વિભાગ, ગ્રામસભામાં ગ્રામ પંચાયત દ્વારા અને યુવા વિકાસ અધિકારી દ્વારા યુવાઓમાં આ અંગે જાગૃતિ માટેના પ્રયાસો અને અમલીકરણ, રમતગમત અધિકારી, પ્રશિક્ષણ કેન્દ્રના કોચ મહિલા અને બાળ અધિકારી, માહિતી વિભાગ અને આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવાની થતી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ પણ જરૂરી માર્ગદર્શન પુરું પાડયું હતું. તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનું આયોજન, કોરોનામાં અનાથ થયેલા બાળકોના મા કાર્ડ આપવા તેમજ ઈ-સંજીવની એપ્લીકેશન મારફતે ભારત સરકારના કોઇપણ એન્ડ્રોઇડ ફોનધારક રાજયના સરકારી તબીબોની ટેલિકન્સલ્ટીંગથી, વીડીયો કોલીંગથી સારવારની સલાહ, માર્ગદર્શન અને પ્રિસ્ક્રીપ્શન મેળવી શકે તેમજ નજીકના સરકારી દવાખાનામાં પ્રિસ્ક્રીપ્શનથી દવા લઇ શકે આ માટે ટેલી મેડિસીન બાબતની કામગીરી અંગે પણ ફોકસ કરાયું હતું ઉલ્લેખનીય છે કે, આ અંગે કચ્છ જિલ્લામાં નોંધનીય કામગીરી થઇ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે કહયું હતું.

આરોગ્ય કમિશનરના સૂચન મુજબ આરોગ્ય જનજાગૃતિ માટે ૧૮થી ૨૨મી તારીખ સુધી કરવાની કામગીરી બાબતે પણ સૌને જણાવાયું હતું. આ વીડીયો કોન્ફરન્સમાં સબંધિત સર્વે સીવીલ સર્જન ડો.કશ્યપ બુચ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ, જિલ્લા મહિલા બાળ અધિકારી અવનીબેન દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાઅધિકારીના પ્રતિનિધિ બી.એમ.વાઘેલા, આરોગ્ય એપીએમએચ માર્ટીન જયોર્જ, આયુષ મેડીકલ ઓફીસર પવન મકરાણી, PMJAY તપન દવે, યુવા વિકાસ અધિકારી મોહસીનખાન પઠાણ, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસીયા, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, સબંધિત સર્વે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *