Saturday, February 14News That Matters

આજ રોજ ૧૨મીથી માધાપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ ફાયરીંગ બટ પર ફાયરીંગ પ્રેકટિસ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

ભુજ પાસેના ભુજ સીમ, જદુરા, માધાપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ ફાયરીંગ બટ પર આગામી તા.૧૨/૪/૨૦૨૨ થી ૧૩/૪/૨૦૨૨ના મેજર, ૪૬ વાયુ રક્ષક રેજીમેન્ટ(૪૬એડી રેજીમેન્ટ અને ૯૯૬ એડી રેજીમેન્ટ ) c/o. ૫૬ એ.પી.ઓના  તાબા હેઠળના ફરજ બજાવતાં તમામ અધિકારી/કર્મચારીઓની સ્મોલ આર્મ્સ ફાયરીંગ પ્રેકટિશ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *