Friday, September 4News That Matters

Gujarat

અમરેલી ખાતે DISHA સમિતિની બેઠક યોજાઈ

અમરેલી ખાતે DISHA સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠક યોજાઈ. કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને અભિયાનોની સમીક્ષા કરી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. બી.એસ.એન.એલ. નેટવર્ક, રોડ-રસ્તા રિસર્ફેસિંગ, વીજળી, રેલવે સહિતના પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા. જનસુખાકારી અને સર્વાંગી વિકાસ માટે જિલ્લાના તમામ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા સાથે વધુ અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો....
વલસાડના પારનેરા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ યોજાયો

વલસાડના પારનેરા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પ- ૨૦૨૬નું આયોજન વલસાડ તાલુકા યોગ કોચ ધરાબેન સુનિલભાઈ શોભા દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ સવારે ૭.૦૦ થી ૮.૦૦ દરમિયાન સંકટ મોચન હનુમાન મંદિર, પારનેરા ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ સમર કેમ્પમાં આશરે ૧૦૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ, ધ્યાન, રમતગમત, ટીમવર્ક અને વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો. સમર કેમ્પનો સમાપન સમારોહ તા.૨૮ મે ના રોજ સવારે ૮:૩૦ કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ, યોગ ટ્રેનર્સ પ્રેમલતા યાદવ, જ્યોતિ રાણા, શીતલ ભાનુશાલી, પારનેરા ગામના આગેવાન રાજુભાઈ પટેલ, વિરેનભાઈ પટેલ, સમર્પણ ધ્યાન સંસ્થા માંથી સુનિલ શોભા અને ધ્રુવીબેન તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા....
જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એપ્રિલ મહિનાના પડતર પ્રશ્નો સહિત વિવિધ ફરિયાદોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષાએ નિરાકરણ ન આવ્યા હોય તેવા ૧૪ જેટલા પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. જે પૈકી પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન સહિતના કુલ ૧૨ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિવારણ કર્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ગેરકાયદેસર બાંધકામ, પાર્કિંગ દબાણ, સિંચાઈ, ડ્રેનેજના પાણીનો નિકાલ, પ્રોપર્ટી કાર્ડ, વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન, RTE હેઠળ એડમિશન તેમજ NOC ન આપવા...
ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરતા પોલીસ કમિશનર

ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરતા પોલીસ કમિશનર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ       પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓ દ્વારા પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જ્યાં હાલમાં કુલ 191 તાલીમાર્થીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે.  પોલીસ કમિશનરએ તાલીમાર્થીઓની રહેવાની વ્યવસ્થા, મેસનું સંચાલન તથા મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની વિગતવાર તપાસ કરી. સાથે જ તમામ જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનરએ તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમની સમસ્યાઓ તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને સુવિધાઓ વધુ અસરકારક બનાવવા માટે સૂચનો આપ્યા....
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર      ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલ લોકરક્ષક કેડરના ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 14/06/2026ના રોજ યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર તા. 06/06/2026થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરવાનું શરૂ થનાર છે.
જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતા હેઠળ આઇસીડીએસ વિભાગની બેઠક યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતા હેઠળ આઇસીડીએસ વિભાગની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ      દાહોદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના તમામ સંકલિત બાળવિકાસ અધિકારી ની બેઠક યોજાઇ. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ જણાવ્યું કે ICDS યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે કરવી અને કામગીરીની ગુણવતા સુધારવા માટે શું કરવું અને તેના આધારે વર્કર હેલ્પર અને આંગણવાડીનું મૂલ્યાંકન કરવા માટેના ધારાધોરણો નક્કી કરવા આ ઉપરાત આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓના કવરેજ વધારીને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી પોષણ સ્તરમાં સુધારો લાવવો.આંગણવાડીના સમય બાદ ગામના તમામ બાળકો ,કિશોરીઓ,ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓની નોંધણી પૂર્ણ કરવી.અને બાળકોની સાથે તેમના માતા પિતાની ગૃહ મુલાકાત કરી પોષણ સુધારા માટે શિક્ષણ આપવું જરૂરી છે. બાળકો કિશોરીઓ ધાત્રી માતાઓ અને સગર...
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે ગામના સરપંચ ભદ્રેશભાઈ મોવલીયા તથા ઉપસરપંચ રમેશભાઈ સાકરીયાએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય ડૉ. કોકિલાબેન ઉંધાડેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બામણગઢ ગામમાં આ વર્ષે અદ્યતન શાળા બિલ્ડિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સાથે જ શિક્ષકઓના સતત શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય અને વિદ્યાર્થીઓની મહેનતના પરિણામે આ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓનો વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ મે...

એક એવા સરકારી તબીબ જે પોતાના કેન્સરના દર્દને ભૂલીને કરે છે સામાન્ય દર્દીઓની સેવા

Gujarat, Health
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા      આજના સમયમાં જ્યાં લોકો નાની તકલીફમાં પણ હિંમત હારી જાય છે, ત્યાં વડોદરા જિલ્લાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. સ્મિતાબેન કનુભાઈ રાઠવા અનેક શારીરિક પીડાઓ વચ્ચે પણ દર્દીઓની સેવા કરીને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી તેઓ મેડિકલ ઓફિસર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે. પોતાને કેન્સર હોવા છતાં તેઓ દર્દીઓની સેવા કરવાનું ચૂકતા નથી. આવા કૃતનિશ્ચિયી તબીબો જ દર્દીનારાયણની સેવાને ઉત્તમ વ્યવસાય બનાવે છે.  ડૉ. સ્મિતાબેન રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી હોસ્પિટલમાં દર્દીઓની તપાસ અને સારવાર કરે છે. ઉનાળામાં દરરોજ લગભગ ૫૦ થી ૬૦ દર્દીઓ અને અન્ય સિઝનમાં ૭૦ થી ૮૦ જેટલા દર્દીઓને સારવાર આપે છે. વર્ષ દરમિયાન અંદાજે ૧૮ હજારથી વધુ દર્દીઓને સારવાર પૂરી રહ્યા છે. તેઓ માત્ર ઓપીડી સેવા જ નહીં, પરંતુ આજુબાજુના ૧૬ જેટ...
ગુજરાતની પાવર ગ્રીડ બનશે વધુ મજબૂત!

ગુજરાતની પાવર ગ્રીડ બનશે વધુ મજબૂત!

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે. ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરતી ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ સિસ્ટમ રાજ્યના ખેરાલુ, થરાદ, દિયોદર સહિત અન્ય 7 સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે . ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા સ્થાપિત આ અદ્યતન રિયલ-ટાઇમ સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર (STATCOM) સિસ્ટમ પાવર ફેક્ટર નિયંત્રિત કરીને ઓવર-વોલ્ટેજ ઘટાડે છે અને વોલ્ટેજ અચાનક ઘટી જવાની સ્થિતિ અટકાવે છે, ખેડૂતોની મોટર બળી જવાની કે પાવર ટ્રીપ થવાની સમસ્યાનો આ આધુનિક ટેકનોલોજીથી અંત આવશે....
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન યોજાનાર VGRC ‘વોકલ ફોર લોકલ’ પહેલ સાથે સંકલિત GI ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરશે. 🔹 મધ્ય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અનેક હસ્તકલાઓથી સમૃદ્ધ છે કે જેમાં અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિથોરા પેઇન્ટિંગ, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક, સંખેડા ફર્નિચર જેવા GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. 🔹 મધ્ય ગુજરાતના વિવિધ GI ટેગવાળા ઉત્પાદનોને પ્રદર્શિત કરીને વડોદરા ખાતે યોજાનારી આગામી VGRC પરંપરાગત કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક મંચ પૂરો પાડશે કે જેના થકી તેઓને સીધા આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડી શકાશે....