Saturday, September 5News That Matters

Gujarat

વેરાવળ મણિબહેન કોટક સ્કૂલ ખાતે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વેરાવળ મણિબહેન કોટક સ્કૂલ ખાતે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ

Gujarat
'એક રાષ્ટ્ર, એક ભાવના -રક્તદાન' હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. આ કેમ્પ થકી આશરે ૧,૫૦૦ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાત ઉભી થાય તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે આ આયોજન કરાયું છે. રખેને કોઈ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને સંપૂર્ણ રીતે પહોંચી વળવા સક્ષમ બની શકાય. ૩૨ બેડની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમ્સ થકી સુનિયોજીત વ્યવસ્થામાં નાગરિકો બ્લડ ડોનેટ કરી રહ્યાં છે. આ સમય માતૃભૂમિ માટે ઋણ અદા કરવાનો છે. જેથી અચૂક સ્વૈચ્છિક રક્તદાન કરી સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનીએ. ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસના પૂર્વ ચેરમે...
વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો થવાની આગાહી વચ્ચે ખેડૂતોને પાક સલામતી માટે સાવચેતીના પગલા ભરવા અનુરોધ

વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો થવાની આગાહી વચ્ચે ખેડૂતોને પાક સલામતી માટે સાવચેતીના પગલા ભરવા અનુરોધ

Gujarat
Lહિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       હવામાન ખાતાની આગાહીન અનુલક્ષીને તા.૦૯-૦૫-૨૦૨૫ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી થયેલી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, રાજકોટ      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આવી જ એક યોજના એટલે "નમો ડ્રોન દીદી યોજના." જેના થકી રાજકોટના નાનાવડા ગામના સોનલબેન પાંભર આજે લખપતિ દીદી બન્યા છે. કોલેજ સુધીનો અભ્યાસ કરનાર ૩૩ વર્ષીય મહિલા ખેડૂત સોનલબેન પડધરી ખાતે સખીમંડળમાં જોડાયા. એક સારો વિચાર પોતાનું અને આસપાસના લોકોનું જીવન સરળ બનાવી શકે તે સોનલબેને સાબિત કરી બતાવ્યું છે. સખીમંડળમાં "નમો ડ્રોન દીદી" યોજના વિશે જાણકારી મળતા સોનલબેનને ખેતીમાં આધુનિક પ્રયોગ કરવાની ઈચ્છા જાગી અને ૧૫ દિવસની તાલીમ મેળવવા ઘરનો ઉંબરો ઓળંગી પૂના પહોંચી ગયા. ઘરનું રસોડું અને બાળકોને સંભાળતા, દાતરડાંથી ખેતરમાં નિંદામણ દૂર કરવા તથા પશુપાલન કરનારા સોનલબેનને પોતાના પતિ નિકુંજભાઈ તેમજ પરિવારનો સહયોગ મળતા ઇફ્કો દ્વારા યોજાતી ૧૫ દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે પૂના પહોંચી ત્યાં થિયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રીમોટથી ડ્રોન ...
ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો

ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સુરત        જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણી ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે. જે સંદર્ભે નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો છે. હેલ્મેટ ફરજિયાત કરવાથી ૯૦ % વાહનચાલકો પોતાની અને પરિવારની સુરક્ષા માટે દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરે છે, જે સુરતવાસીઓના સહયોગનું પરિણામ છે....
ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      મે-૨૦૨૫ ના મહિનાનો "મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમનું આયોજન તા. ૨૧/૦૫/૨૦૨૫ અને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.  ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ - મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા: ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવે છે....
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      ઘોઘા તાલુકા/ ગ્રામ કક્ષાનો મે - ૨૦૨૫ નો તાલુકા/ ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧/૦૫/૨૦૨૫ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેકટર ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૨/૦૫/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર- પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહી તેમ ઘોઘા મામલતદારની યાદીમાં જણાવાયું છે.   ...
તળાજા પ્રાંત કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ

તળાજા પ્રાંત કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભાવનગર         ભાવનગરમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને તળાજા પ્રાંત કચેરી ખાતે મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રીએ મેથળા બંધારા અને સરતાનપર બંધારા પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમજ આ યોજનામાં બાકી રહેલી તમામ કામગીરીને અગ્રતાના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. પીવાના પાણી તથા સિંચાઈના કામો સત્વરે પૂર્ણ થાય તેમજ લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તે રીતે કામગીરી હાથ ધરવા અધિકારીઓને નિર્દેશ કર્યો હતો. તેમજ વિભાગ હસ્તકના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવી જરૂરીયાત મુજબના કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા પણ સૂચન કર્યું હતુ. બેઠક બાદ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ...
ડાંગ જિલ્લાની ‘વિકસિત ડાંગ ૨૦૪૭’ નું વિમોચન કરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ

ડાંગ જિલ્લાની ‘વિકસિત ડાંગ ૨૦૪૭’ નું વિમોચન કરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ      ભારત સરકાર દ્વારા વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે ડાંગ જિલ્લાનો રોડ મેપ દર્શાવતી પુસ્તિકા 'વિકસિત ડાંગ ૨૦૪૭' જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે તા. ૨ મે ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહાનુભાવો અને ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું. આ વેળા પુસ્તિકા તૈયાર કરનાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આયોજન કચેરી સહિતના સહયોગીઓને શુભેચ્છા પાઠવતા આદિજાતિ, ગ્રામ વિકાસ, અને શ્રમ રોજગાર મંત્રીશ્રીએ, આ પુસ્તિકા ટીમ ડાંગની ભાવના સાથે સંકલન કરીને જિલ્લાના તમામ વિભાગો/કચેરીની હાલની સ્થિતિ, પડકારો અને ભવિષ્યના વિકસિત જિલ્લા તરફ જવાનું સુચારૂં આયોજન આ પુસ્તિકામાં સમાવવાનો પ્રયાસ કરાયો છે તેમ જણાવ્યું હતું.  ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ સાથે ભવિષ્યમાં આવનાર પડકારોન...
ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા

ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ UPSC-CSE 2024ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા.  મુખ્યમંત્રીએ આ અવસરે ઉતીર્ણ થયેલ સૌ યુવાઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવાની સાથે ટેકનોલોજીના ઉપયોગ તેમજ જનકલ્યાણ અને જનસુખાકારી માટે આયોજનબદ્ધ રીતે ઉત્તમ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ માટેના વિઝનનો સંદર્ભ આપી મુખ્યમંત્રીએ નીતિમત્તા સાથે જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં મહત્ત્વ આપવાની પ્રેરણા આપી હતી તેમજ ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં તેમનું વિશિષ્ટ યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે તેવો વિશ્વાસ વ્...
રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી. વડોદરા શહેરને પૂરની આપત્તિથી બચાવવા તથા 'કેઇચ ધી રેઇન' અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આયોજન તેમજ થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી… મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ મંગલ પાંડે બ્રિજ ખાતે પહોંચી વિશ્વામિત્રી નદીની વહનક્ષમતા વધારવા માટે ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું....