હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
મે-૨૦૨૫ ના મહિનાનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા. ૨૧/૦૫/૨૦૨૫ અને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ – મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા: ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવે છે.
