Saturday, September 5News That Matters

Gujarat

નાની રવ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન

નાની રવ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું રાપર તાલુકાના નાની રવ ખાતે આગમન થતાં ગામલોકોએ કંકુ તિલક કરી રથને આવકાર્યો હતો. આ તકે મહાનુભાવોનું ઔષધિય છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.         આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રૂ.૩૩ લાખના ૧૭ વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૭ લાખના ૩ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું  આ પ્રસંગે આરોગ્ય વિભાગ અંતર્ગત  ફ્રી પ્રિકોશન ડોઝ આપવાનું પણ આયોજન કરાયું હતું.         આ પ્રસંગે રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા, જીલ્લા પંચાયત સદસ્ય વતી રાજુભા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય વતી બીજલભાઈ, તેમજ શક્તિસિંહ, સરપંચ  ફુલીબેન ગોવાભાઈ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી કે.વી.મોઢેરા, નાયબ તાલુકા વિકાસ અધિકારી જે.કે પરમાર, વિસ્તરણ અધિકારી બી.પી ગોસાઇ,વિસ્તરણ અધિકારી કે.એમ.ડામોર, તલાટી હિતેશભાઇ પ્રજાપતિ તેમજ મિતેશભાઇ પટેલ તેમજ આંગણવાડી સ્ટાફ, આરોગ્યનો ...
જિલ્લામાં વિવિધ ગુનાઓ કરી ગીર-સોમનાથ પોલીસનું ધરપકડ વોરંટ ટાળતા ફરાર આરોપીને GPID કોર્ટ રાજકોટના વિશેષ ન્યાયાધીશ સમક્ષ હાજર થવા ફરમાન

જિલ્લામાં વિવિધ ગુનાઓ કરી ગીર-સોમનાથ પોલીસનું ધરપકડ વોરંટ ટાળતા ફરાર આરોપીને GPID કોર્ટ રાજકોટના વિશેષ ન્યાયાધીશ સમક્ષ હાજર થવા ફરમાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         ઉત્કર્ષ અભયકુમાર શ્રીવાસ્તવ નામનો 37 વર્ષીય આરોપી જે રહેવાસી (૧) હાઉસ નંબર 570/480, વિરાટનગર, આલમબાગ, લખનૌ, ઉત્તર પ્રદેશ (૨)B/701, એપેક્સ ગ્રીન સેક્ટર 09, વૈશાલી, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, (૩)નિકોલ, નરોડા રોડ, 69 પરાશ બંગલો, 108 ઈમરજન્સી ઓફિસ સામે, અમદાવાદ, જેના વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશન C. R. નંબર 12/2019 માં શિક્ષાપાત્ર U/s નો ગુનો કર્યો છે અથવા આચર્યો હોવાની શંકા છે. તેના વિરુદ્ધ IPC કલમ 406, 409, 420, 120B અને U/s. G.P.I.D ના અધિનિયમ 3 હેઠળ ધરપકડના વોરંટ ઇસ્યુ થયા હતા. પરંતુ આરોપી ન મળી આવતા વોરંટ પરત કરવામાં આવ્યું છે. જેના પરથી ફલિત થાય છે કે ઉક્ત આરોપી ઉત્કર્ષ અભયકુમાર શ્રીવાસ્તવ શોધી શકાતો નથી, અને કોર્ટ નું માનવું છે કે ઉક્ત ઉત્કર્ષ અભયકુમાર શ્રીવાસ્તવ ફરાર થઈ ગયો છે. અથવા તે વોરંટ થી ધરપકડ ટાળવા માટે પોતાને છુપાવી રહ્યો છે.        આથી જાહે...
બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જીલ્લાના બાગયાતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતા ની વિવિધ યોજનાઓ જેવીકે ઘનિષ્ઠ ખેતી થી વાવેલ ફળપાકો, કેળ(ટિસ્યુ), પપૈયાં, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, બાગાયત પેદાશોના પેકિંગ મટિરિયલ્સ ખરીદીમાં સહાય, છૂટા તથા દાંડી ફૂલ પાકો ની ખેતી, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિગ), બાગાયત યાંત્રિકરણ, કોલ્ડચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા માગતા ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) મારફતે તા.:૧૨/૦૭/૨૦૨૨ થી તા.:૩૧/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે,અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭-૧૨/૮-અ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ સહિતની અરજી દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ,નવાપરા,ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા અખબારી યાદીમાં ...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અનુસંધાને યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા ફૂડ રજીસ્ટ્રેશન માંથી ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અનુસંધાને યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા ફૂડ રજીસ્ટ્રેશન માંથી ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અનુસંધાને દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-૧, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરેલ તપાસ દરમિયાન અનહાઇજીનીક રીતે સ્ટોરેજ કરેલ વાસી મીઠાઇના ૦૯ kg જથ્થાનો નાશ કરેલ તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા ફૂડ રજીસ્ટ્રેશન માંથી ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી ચોકલેટ જેલી બરફીનું સેમ્પલ લેવામાં આવેલ. નમુનાની કામગીરી :-                             ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ  ૫ નમૂના લેવામાં આવેલ :- (૧) ચોકલેટ જેલી બરફી (લુઝ): સ્થળ –મહાદેવ ડેરી ફાર્મ -દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક પાસે, શિવાજી નગર-૧, રાજકોટ. (૨) ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ –સુરતી એગ મસ્તી -પ્લોટ નં-૬, ગેલેક્સી પાર્ક-૨, મોટા મૌવા સર્વે નં. ૩, કિંગ્સ ક્રાફ્...
રાપર તાલુકાના કાનમેર ગામ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ગામલોકો સામૈયુ કરીને સ્વાગત કર્યું

રાપર તાલુકાના કાનમેર ગામ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ગામલોકો સામૈયુ કરીને સ્વાગત કર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ           આજરોજ રાપર તાલુકાના કાનમેર ગામે ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ સામૈયુ કરીને ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. આ પ્રસંગે નાની બાલિકાઓએ કુમ કુમ તિલક કરીને રથને વધાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામની બાલિકાઓ દ્વારા સ્વાગતગીત પ્રાર્થના રજૂ કરીને વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ દ્વારા વીસ વર્ષના વિશ્વાસ અને વિકાસને ટૂંકી ફિલ્મ ગામલોકોને દર્શાવવામાં આવી હતી.         આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડ આપીને સ્વાગત કરાયું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભવોએ જણાવ્યું હતું કે, વિશ્વાસની સાથે સાથે દેશનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમાં આપણે પણ સામેલ થઈને દેશના વિકાસમાં ભાગીદાર બનીએ તેમજ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગામલોકોને આપવામાં આવી હતી.        આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૂ શક્તિ યોજના, વૃધ્ધ...
ભેગા કુટુંબમાં આયુષ્યમાન કાર્ડ મોટો સહારો – લાભાર્થી જેસીકાબેન સેંધાણી

ભેગા કુટુંબમાં આયુષ્યમાન કાર્ડ મોટો સહારો – લાભાર્થી જેસીકાબેન સેંધાણી

Gujarat
૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ-વંદે ગુજરાત હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        “અમારા ગામનું વોટ્સએપ ગ્રુપ છે. એમાં ગામમાં થનાર કાર્યક્રમ-સમસ્યા અને નવીન બાબતોની જાણકારી આવતી હોય છે. આ ગામ ગ્રૃપમાંથી મને વંદે ગુજરાત વિકાસ રથના કાર્યક્રમની ખબર પડી. તેમાં મળતાં લાભો અને યોજના વિશે પણ પૂછતા ખબર પડેલી અને આજે અમે સબ સેન્ટરમાંથી આયુષ્યમાન કાર્ડ માટેનો લાભ લીધો છે” એમ જણાવે છે ભુજ તાલુકાના નારણપર રાવડી ગામના ગૃહિણી જેસીકાબેન ઘનશ્યામભાઇ સેંધાણી. ભુજ તાલુકાના નારણપર રાવડી ખાતે ૩૦ વર્ષીય ગૃહિણી જેસીકાબેનના પતિ કડીયા કામથી ગુજરાન ચલાવે છે. બે દિકરીઓ અને સાસુ સસરા સહિત છ જણાના પરિવારમાં આયુષ્યમાન કાર્ડ જેસીકાબેન માટે મોટો ટેકો છે. તેમના શબ્દોમાં કહુ તો, “સરકારનો આ લાભ અમારા જેવા માટે મોટો ટેકો છે. ના કરે નારાયણ અને મોટી બિમારી આવે તો આ કાર્ડ બતાવાથી અમને ઝડપી અને જરૂરી સારવાર મળી રહેશે એમ એમપીએચડ...
રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV - રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.   ૧. સિટી બસ (RMTS) સેવા જનરલ- રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૬ રૂટ પર ૯૧ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.      સિટી બસ સેવા (RMTS)માં તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૨,૬૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૦૧,૭૬૨ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.   સિટી બસમાં થયેલ કામગીરી:-                 સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હ...
રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૧૩૯ પશુઓ પકડવામાં આવ્યા

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૧૩૯ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ઉધોગનગર કોલોની, લોહાનગર તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, દ્વારકેશપાર્ક, મીરાનગર રોડ, કૈલાશપાર્ક, વિગેરે વિસ્તારોમાંથી ૬ (છ) પશુઓ, માંડા ડુંગર, અનમોલપાર્ક, પ્રદ્યુમનપાર્ક, માનસરોવર, ગોકુલપાર્ક, શ્યામપાર્ક, કૃષ્ણ સોસાયટી, કોઠારીયા ગામ તથા આજુબાજુમાંથી ૨૫ (પચીસ) પશુઓ, ગ્રીનલેન્‍ડ ચોકડી, તિરૂપતિ સોસાયટી, સદગુરુ નગર, મોરબી રોડ તથા આજુબાજુમાંથી ૫ (પાંચ) પશુઓ, રૈયાધાર, ઘનશ્યામનગર, ભિમરાવ ચોક, સિલ્વર રેસીડેન્‍સી તથા આજુબાજુમાંથી ૬ (છ) પશુઓ, સિતારામ સોસાયટી, જીલ્લા ગાર્ડન, બાબરીયા કોલોની, નંદાહોલ, સહકારરોડ તથા આજુબાજુમાંથી ૨૦ (વીસ) પશુઓ, નરસિંહનગર, છપ્પનીયા ક્વાર્ટર, શક્તિ સોસાયટી તથા આજુબ...
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૨ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા, ચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.     (૧)ધર્મપ્રિય ડેરી ફાર્મ (૨)મહાવીર પ્રોવિઝન સ્ટોર (૩)ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૪)ખોડિયાર ટી સ્ટોલ (૦૫)વિપુલ કોલ્ડ્રીંક્સ (૦૬)અંબે ભવાની બેકર્સ (૦૭)ભારત વિજય ડેરી ફાર્મ (૦૮)ભારત ફરસાણ (૦૯)પટેલ કોલ્ડ્રીંક્સ (૧૦)હરિઓમ પ્રોવિઝન સ્ટોર (૧૧)જય રાજ ચા (૧૨)જય ખોડિયાર ફરસાણની  સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. ·        ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સહકાર મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગ...
ભાવનગર શહેરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા હર્બલ સાબુ બનાવવાની તાલીમ ૦૬ દિવસીય રોજગારલક્ષી તાલીમનું આયોજન

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા હર્બલ સાબુ બનાવવાની તાલીમ ૦૬ દિવસીય રોજગારલક્ષી તાલીમનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર શહેરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા સંસ્થા દ્વારા સાબુ બનાવવાની તાલીમ અને દિવેટ મેકિંગ તાલીમ ૦૬ દિવસીય રોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવાં માટે એસ.બી.આઇ. ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, સ્ટાફ ડી. જી. પઠાણ તેમજ ગેસ્ટ ફેકલ્ટી અરૂણાબેન પ્રજાપતિ અને ગેસ્ટ ફેકલ્ટી હેતલબેન ઝાલા હાજર રહ્યાં હતાં. આ તાલીમમાં ભાવનગરના ઉમરાળા તાલુકામાંથી વાડોદ ગામના ૫૧ જેટલાં બી.પી.એલ. તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એસ.બી.આઇ. ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ફેકલ્ટી દ્વારા કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં ...