હિન્દ ટીવી – ગુજરાતી, ડાંગ
દર વર્ષ મુજબ આ વર્ષે પણ નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝિયમ-કોલકત્તા, નહેરુ સાયન્સ સેન્ટર-મુંબઈ, તથા ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગાંધીનગર દ્વારા “નિરંતર વિકાસ માટે બુનિયાદી વિજ્ઞાન: પડકાર અને સંભાવના” વિષય પર, નેશનલ સાયન્સ સેમિનારનુ આયોજન કરેલ છે. જે વિજ્ઞાન સંબંધિત વિષય પર યોજવામા આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાનો છે. આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ સેમિનારનુ આયોજન કરવાનુ વિચારેલ છે. જે પ્રથમ તબક્કે જિલ્લા કક્ષાએ,અને તે પછી રાજ્ય કક્ષાના સેમિનારનુ આયોજન કરવામા આવશે. ડાંગ જિલ્લા ખાતે તારીખ 27/09/2022 મંગળવારના રોજ સવારે 10:30 વાગ્યે, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,આહવા ખાતે આયોજન કરેલ છે. ડાંગ જિલ્લાના ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ ભાગ લે તેવુ આહવાન કોઓર્ડીનેટર રતિલાલ સૂર્યવંશી દ્વારા કરવામા આવેલ છે.
