હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો વયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્યૂઝિકલ ડ્રામા વીરાંજલિ આ માત્ર ડ્રામા નથી પરંતુ એક એક્સપીરીયન્સ છે. ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હૃદયથી ભીંજવે અને આજના યુવાનને દેશભક્તિની સાચી દિશા ચિંધે છે. આપણો દેશભક્તિ ક્યાંકને ક્યાંક સીઝનલ થઈ રહી છે. વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોના બલિદાનને ગુજરાતના ઘરઘરમાં ગુંજતા કરવાના આશયથી આ વીરાંજલિ મલ્ટી મીડિયા શોનું આયોજન થયેલ છે. યુવાનોને ગમે અને ગળે ઉતરે એવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીન પ્લે સાથેના, વીરાંજલિ સમિતિ, પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત આ વિરાંજલિ કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં રજૂ કરાશે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ – સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાંઇરામ દવેએ લખ્યું છે.
