Saturday, September 5News That Matters

Gujarat

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૨૫ પશુઓ પકડવામાં આવ્યા

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૨૫ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૫/૧૨/૨૦૨૨ થી તા.૧૮/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, ટોપલેન્ડ રેસીડેન્સી, પામસીટી, રૈયા રોડ, ભીડભંજન સોસાયટી, રૈયાધાર મેઈન રોડ, જનકપુરી મેઈન રોડ, ન્યુ યોગીનગર, શાસ્ત્રીનગર, મારવાડી મેઈન રોડ, ધરમનગર, સમ્રુધિ સોસાયટી, રાધે શ્યામ સોસાયટી,યોગરાજનગર, ઉમાધાર રૈયાધાર તથા આજુબાજુમાંથી ૫૧(એકાવન) પશુઓ, ગાર્બેજ સ્ટેશન, યુનીવર્સીટી મેઈન રોડ, ન્યુ ૧૫૦ ફૂટ મેઈન રોડ, અયોધ્યા ચોક પાછળ, રૈયા ટેલીફોન એક્સચેંજ, રવિરાજ પાર્ક, જલારામ-૨, અક્ષર સ્કૂલ પાછ, નિવિદિતા નગર, શિવમપાર્ક, ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, જ્યોતીનગર, ઘનશ્યામનગર, શ્રધ્ધાદીપ સોસાયટી, નંદી પાર્ક, દ્વારકેશ પાર્ક, જે.કે. ચોક, મારવાડી નગર પાસે તથા આજુબાજુમાંથી ૫૦(પચાસ) પશુઓ, હંસર...
બોરના માધ્યમથી બનતી દુર્ઘટનાઓ અટકાવવા અને તકેદારીના પગલા લેવા જાહેરનામું

બોરના માધ્યમથી બનતી દુર્ઘટનાઓ અટકાવવા અને તકેદારીના પગલા લેવા જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીક દ્વારા પુરતી કાળજી નહી લેવામાં આવતા અને બોર ખુલ્લાં મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના બનાવો બને છે. આથી આવી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા  જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.     આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજુરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલીક, બોરવેલ માલીક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે.    તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઈ બાળક, અન્ય વ્યકિત કે જાનવર પડીન જાય તેમજ કોઈપણ પ્રકારનો અકસ...
ત્રિવેણી સંગમ ખાતે પૂજા સામગ્રી તેમજ પ્લાસ્ટિકની કોથળીઓ અને કચરો નાખવા પર પ્રતિબંધ

ત્રિવેણી સંગમ ખાતે પૂજા સામગ્રી તેમજ પ્લાસ્ટિકની કોથળીઓ અને કચરો નાખવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     ગીર-સોમનાથ જિલ્લામાં પ્રભાસ-પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ પવિત્ર યાત્રાધામ છે. જ્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. શ્રદ્ધાળુઓ નદીમાં વસ્તુઓ પધરાવતા હોય છે. જેથી નદીમાં વિસર્જન માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ  બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામુ બહાર પાડી વિસર્જન માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.     આ જાહેરનામા અનુસાર પ્રભાસ પાટણ મુકામે આવેલ તીર્થસ્થાન ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી,  કાપડ, નાળિયેર,  ફૂલો, માટીના વાસણો વગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટીકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.     જોકે, ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પીંડ વિસર્જન કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત  શિક્ષાને...
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ૩૦ ઈ-વ્હીકલ્સનું લોકાર્પણ

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ૩૦ ઈ-વ્હીકલ્સનું લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     જિલ્લામાં પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ સૂચારૂ રીતે કામો હાથ ધરવામાં આવે તે માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલેના હસ્તે ૩૦ ઈ-વ્હીકલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.    ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા, હસ્નાવદર, રામપરા સહિત છ ગામ, સુત્રાપાડા તાલુકાના ખાંભા, મોરાસા, વિરોદર, ગોરખમઢી, નવાગામ સહિત નવ ગામ, તાલાલાના પીખોર, ગુંદરણ સહિત પાંચ, ઉનાના ઉમેજ, એલમપુર સહિત ચાર, ગીર ગઢડાના જરગલી સહિત ત્રણ અને કોડીનારના છાછર, વિઠ્ઠલપુર અને અરીઠીયા જેવા ગામોને ઈ-વ્હીકલ આપવામાં આવી હતી. જેથી ભીના કચરા અને સૂકા કચરાનો યોગ્ય અને સુનિયોજીત રીતે નિકાલ થઈ શકે.    જિલ્લા પંચાયત સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા પં...
દસ વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવવાના રહેશે

દસ વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવવાના રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ     છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુ. આઇ. ડી. એ.આઇ.) ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઇ આધાર અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ અપડેટ કરવા જણાવેલ છે. આધારકાર્ડ અપડેટ કરવા માટે સરકાર દ્વારા રૂ.૫૦/- (પચાસ પૂરા/-)નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે કચ્છ જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તેવું નોડલ ઓફિસર યુઆઈડી અને નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા દ્વારા અખબારીયાદીમાં જણાવાયું છે....

ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી ગાંધીનગર દ્વારા એક દિવસીય રિજીઓનલ વર્કશોપ ભુજ ખાતે યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         આજરોજ નવચેતના ટ્રેનિંગ સેન્ટર ભુજ ખાતે પી.એમ.કે.એસ.વાય. ૨.૦ નો એક દિવસીય વર્કશોપ ભુજ ખાતે યોજાયો હતો. તેમાં છ જીલ્લાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.         કાર્યક્રમમાં DRDA ના ડાયરેક્ટર જી.કે.રાઠોડે આ રિઝનલ વર્કશોપમાં આવેલા ૬ જિલ્લાના વોટરશેડ કર્મચારીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે, આ વર્કશોપમાં જે જાણકારી મેળવશો તેનો ખુબ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડશો તેવી મને ખાતરી છે.          આ તકે તેઓએ વોટરશેડ યોજના અને કન્વર્ઝનની માહિતી આપતા  જણાવ્યું હતું કે, પાણીની જરૂરિયાત અને પાણીની જાળવણીથી ખેતીનું ઉત્પાદન વધે છે. અને ગામના નાનામાં નાના કારીગરોને પણ રોજગારી મળે છે.         વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન દ્વારા ખેડૂતની આવક ડબલ કરવા, પાણીનો સંગ્રહ, વપરાશ, ઘાસ, ઝાડ,ખેતી, પશુપાલન અને રોજગારી સાથે વેલ્યુ એડેડ  ગામ, ખેડૂતો અને ખેતીનો વિકાસ થ...
ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત પાંચ આવાસ યોજનાઓને IGBC  દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત

ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત પાંચ આવાસ યોજનાઓને IGBC  દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી , રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ (૧) લાલા લજપતરાય ટાઉનશીપ, (૨) ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, (૩) શહીદ ભગતસિંહ ટાઉનશીપ, (૪) શહીદ સુખદેવ ટાઉનશીપ અને (૫) ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવેલ છે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત આશરે ૩૨,૦૦૦ થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં સમાજના ઓછી આવક ધરાવતા તેમજ મધ્...
શ્રી સોમનાથ મંદિરમાં શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના 200 થી વધુ સંતોએ દર્શન,અભિષેક અને ધ્વજારોહણ કર્યું

શ્રી સોમનાથ મંદિરમાં શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના 200 થી વધુ સંતોએ દર્શન,અભિષેક અને ધ્વજારોહણ કર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ કુંભ મેળો પૂર્ણ થયે શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના સંતો દ્વારા હરિદ્વાર થી સોમનાથ પ્રવાસ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે 200 થી વધુ સંતો હરહર મહાદેવના નાદ અને ૐ નમઃ શિવાયના જાપ કરતા શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંતોને સુખરૂપ દર્શન થઈ શકે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સંતોને શ્રી સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત સંકીર્તન હોલ ખાતે પૂજારી શ્રી દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. ત્યારબાદ સર્વે સંતોએ સોમનાથ મહાદેવના દર્શન અને જલાભિષેક કર્યા હતા.  સોમનાથ મંદિરમાં સ્વહસ્ત ધ્વજારોહણ સેવા નો લાભ લઈને સંતોએ પોતાના હસ્તે ધ્વજાને મંદિરના શિખર સુધી પહોચાડેલ અને સ્વહસ્તે ધ્વજારોહણ નો આનંદ પામ્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં મહામૃત્યુંજય મંત્રના પાઠ સાથે સંતોએ દેશ અને વિશ્વના કલ્યાણ માટે મ...
પીપલોદ ખાતે ‘બનાસ કપ ૨૦૨૨-૨૩’નું ઉદ્દઘાટન કરતા ગૃહ અને રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

પીપલોદ ખાતે ‘બનાસ કપ ૨૦૨૨-૨૩’નું ઉદ્દઘાટન કરતા ગૃહ અને રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પીપલોદ ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ સ્થિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે બનાસકાંઠાના જૈન સમાજ દ્વારા આયોજિત ૩૩માં 'બનાસ કપ ૨૦૨૨-૨૩'નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમતા દમદાર બેટિંગ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, લોકો વચ્ચે એકતા, ખેલદિલી અને પરસ્પર ભાઈચારાની ભાવના વિકસિત થાય એવા હેતુસર આયોજિત આ ટુર્નામેન્ટે ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩મા વર્ષમાં સફળ પ્રવેશ કર્યો છે. આજના સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહી તમામ લોકો અને ખાસ કરીને યુવાધન પ્રતિદિન રમતના મેદાનમાં આવે તે જરૂરી છે. મંત્રીશ્રીએ ભવિષ્યમાં ટુર્નામેન્ટ સહિત સામાજિક કાર્યોમાં તમામ શક્ય મદદ કરવાની ખાત્રી આપીને દર વર્ષે ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવા બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા...
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘ટૂંકું ને ટચ’ ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘ટૂંકું ને ટચ’ ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

Gujarat
'હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ શ્રેષ્ઠ પુસ્તકો માટે અનેકવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ ૨૦૧૮, ૧૯ના વિવિધ વિભાગના સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સુરેન્દ્રનગરના રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા ખાતે આયોજિત ત્રિદિવસીય જ્ઞાન સત્ર અંતર્ગત યોજાયેલ એક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રઘુવીર ચૌધરી,  માધવ રામાનુજ, નરોત્તમ પલાણ, પીનાકીન દવે સહિતના અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતમાં આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. લેખક, ચિંતક અને વક્તા પુલક ત્રિવેદીના 'ટૂંકું ને ટચ' પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ ૨૦૧૮ માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે પસંદગી કરાઈ છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભગતના ગામ સાયલા ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના યોજાયેલા ત્રિદિવસીય અધિવેશનમાં 'ટૂંકું ને ટચ' પુસ્તકને સદવિચાર પરિવાર પાર...