જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “કામકાજના સ્થળે જાતિય સતામણી_ અધિનિયમ-૨૦૧૩” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન કેમ્પમાં વિશાળ સંખ્યામાં બહેનોએ ભાગ લીધો. છોટાઉદેપુર, તા.૨૯ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની મહિલા અને બાળ અધિકારીની કચેરી-છોટાઉદેપુર દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ ની જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ કેળવાય અને આવા પ્રકારના કેસો ન બને તે માટે વિવિધ સ્થળોએ લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ગઇકાલે તા.૨૮ મી ડિસેમ્બર,૨૦૨૨ ને બુધવારના રોજ અહીના તાલુકા પંચાયત કચેરીના સભા ગૃહ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર દરમિયાન જાહેર જનતા માટે નિષ્ણાંતો દ્વારા વિસ્તૃતમાં માહિતી પુરી પડાઇ હતી. જાતિય સતામણીની ઘટના સહન નહિ કરી તેની સામે અવાજ ઉઠાવી તેનો સામનો કરવા માટે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં ...

