બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં જુદી – જુદી સંસ્થાઓ/રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોક દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને માલ મિલ્કતને નુકશાન થાય છે. જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા સરઘસ રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે તા.૨૦/૦૪/૨૦૨૨ સુધીની મુદ્દત માટે કોઈ પણ સભા/સરઘસ/રેલી માટે મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામા વધુમાં જણાવ્યા મુજબ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મ...



