શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી
અંધત્વ નિવારણ સોસાયટીના સહકારથી ૪૩૬ મો પ્રભુકૃપા નેત્ર યજ્ઞ યોજાયો
હિન્દ ટીવી - ગુજરાત,
જે લોકોની આંખ જતી રહે છે. તેમના માટે જગત અંધકારમય બની જાય છે. કારણ કે, આવાં લોકો પોતાની રીતે કાર્ય કરી શકતાં નથી. પોતાના કાર્ય માટે બીજાના પર નિર્ભર રહેવું પડે છે. આવાં લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાં માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે નેત્ર કેમ્પ યોજીને તેઓ ફરીથી તેમની આંખે જોતાં થાય તેવાં વિવિધ નિઃશૂલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવે છે. આવાં જ એક ઉપક્રમના ભાગરૂપે ભાવનગરનાં સ્વ.ઇન્દુકાંતા ગુણવંતરાય પારેખની સ્મૃતિમાં યોગેન્દ્રભાઈ કાંતિલાલ શાહના સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં ૪૩૬ મો નેત્રયજ્ઞ યોજાયો હતો
તેમજ સ્વ. વડીલોની સ્મૃતિમાં ભાવનાબહેન જાગ્રતભાઈ ભટ્ટનાં સૌજન્યથી ૪૩૭ મો નેત્રયજ્ઞ તા. ૨૨ એપ્રિલના રોજ શિશુવિહારના પ્રાંગણમાં યોજાયો હતો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથ...








