હિન્દ ટીવી – ગુજરાતી, ભરૂચ
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રવેશ લીધેલ પહેલી બેચની વિધાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ પાઠવી. ભરૂચના મધ્યભાગમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવેલ સેવાશ્રમ સંસ્થાની સેવાશ્રમ નર્સિંગ કોલેજનો શુભારંભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહી પ્રવેશ લીધેલ પહેલી બેચની ૩૦ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ આપી હતી. આ વેળાએ સેવાશ્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ, ડોકટર્સ તથા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

