Saturday, September 5News That Matters

Gujarat

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EE 0001 થી 9999 અને દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EF 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૬-૦૧-૨૦૨૩ થી તા.૧૮-૦૧-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૮-૦૧-૨૦૨૩ થી તા.૨૦-૦૧-૨૦૨૩ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે....
કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન

કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ નાઓના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન કરવામાં આવશે. જેમાં આ લોક દરબાર નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગનાઓની અધ્યક્ષ સ્થાને ભુજ શહેર એ ડિવીઝન, ભુજ શહેર બી ડિવીઝન, માનકુવા, માધાપર, પધ્ધર, ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જઓની હાજરીમાં આગામી તા.૧૧/૦૧/૨૦૨૩ના રોજ રાખવામાં આવનાર છે. આ લોકદબારમાં વ્યાજખોરીને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજખોર સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ છે. આ લોકદરબારમાં ભુજ શહેર એ ડિવીઝન, ભુજ શહેર બી ડિવીઝન, માનકુવા, માધાપર, પધ્ધર ખાવડા વિસ્તારમાં રહેતા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપીયા લેતા હોય છે. જે આવી ગેરકાયદેસર...
અનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન

અનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સરકારનાં ગૃહ વિભાગનાં આદેશ મુજબ અનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ, સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારના અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે ભાવનગર જીલ્લા ખાતેના જ આવા બાળકોને તાલીમ આપવા માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઘોરણ-૧૨ પાસ, શારીરીક ક્ષમતા બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી. તથા સરકારનાં અન્ય વિભાગનાં માપદંડ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારને તાલીમ માટે લાયક ગણવામાં આવશે. આ તાલીમનો સમયગાળો દિન -૩૦ નો રહેશે. આ તાલીમ તા.૧૦/૦૨/૨૦૨ર થી પોલીસ હેડ ક્વાર્ટર ભા...
પાલિતાણાનાં શિક્ષકની જિલ્લાકક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી

પાલિતાણાનાં શિક્ષકની જિલ્લાકક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય અને શિક્ષકોને પ્રોત્સાહન મળે એ હેતુથી દર વર્ષે જિલ્લા કક્ષાએથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી અને પ્રાથમિક થી પ્રશિક્ષણ સંસ્થાઓ સુધીના શિક્ષકો માટે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલનુ આયોજન થતું હોય છે. જેમાં ભાવનગર જિલ્લાની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા સાયકલ ડ્રાઇવિંગ સ્કૂલ નામનો નવતર પ્રયોગ પસંદગી પામતાં સતત આઠમી વખત પોતાનું ઇનોવેશન રજૂ કરશે. નવી શિક્ષણ નીતિ અને ભાર વગરનુ ભણતર અને મૂલ્ય શિક્ષણ ઉપર વધુ ઘ્યાન આપી બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કરેલા નૈતિક પ્રયત્નો દ્વારા ખુબ સારું પરિણામ પ્રાપ્ત થયેલ છે. સતત આઠમાં વર્ષે આ શિક્ષકે પોતાનાં નવતર પ્રયોગની ઇનિંગ શરૂ રાખી છે. સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ થાય તે હેતુ માટે રજાનાં દિવસો...
સ્વ-સહાય જુથથી બહેનોને લિંગ આધારીત ભેદભાવ અને હિંસા તથા નાણાકીય આયોજન તેમજ મહિલાઓને લગતા કાયદાઓ માટે જાગૃતિ અંગે તાલીમ યોજાઈ

સ્વ-સહાય જુથથી બહેનોને લિંગ આધારીત ભેદભાવ અને હિંસા તથા નાણાકીય આયોજન તેમજ મહિલાઓને લગતા કાયદાઓ માટે જાગૃતિ અંગે તાલીમ યોજાઈ

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા રાષ્ટ્રીયશહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથના બહેનોને પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર માહિતી, સખી વન સ્ટોપ સેન્ટર સંબધી માહીતી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન સબંધી માહીતી, સ્ત્રી પુરૂષ ભેદભાવ અને હિંસા સબંધી માહીતી, ૧૦૯૮ હેલ્પ લાઇન સબંધી માહીતી, મહિલાઓ સબંધી કાયદાકીય માહીતી, નારી અદાલત સબંધી માહીતી અને સિક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા નાણાકીય આયોજન બાબતે તા.૦૫/૦૧/૨૦૨૩ નાં રોજ કેદારનાથ સોસાયટી ખાતે માહીતી તથા માર્ગદર્શન બાબતે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.         આ તાલીમ કાર્યક્રમમાં સિક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) માંથી ઉષ્માનબેન દ્વારા નાણાની બચત યોગ્ય ઉપયોગ અને કેવી રીતે રોકાણ કરવું તેની માહિતી આપવામાં આવેલ હતી. જ્યારે૧૮૧ અભયમ હેલ્પ લાઈન માંથી પધારેલ કાઉન...
તા. ૦૨/૦૧/૨૦૨૩ થી તા. ૦૮/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૩૫ પશુઓ પકડવામાં આવ્યા

તા. ૦૨/૦૧/૨૦૨૩ થી તા. ૦૮/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૩૫ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૨/૦૧/૨૦૨૩ થી તા.૦૮/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો આડો પેડક રોડ, મોરબી રોડ, રામાણી પાર્ક, વાલ્મીકી આવાસ પાસે, પેડક રોડ, ગુજરાત સોસાયટી મેઈન રોડ, શ્રીરામ સોસાયટી, નરસિંહનગર, શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, આવાસ યોજના ક્વાર્ટર્સ, ન્યુ શક્તિ સોસાયટી, ઠાકર ચોક, જય જવાન જય કિશાન ચોક, પચ્ચીસ વારીયા ક્વાર્ટર્સ, સેટેલાઈટ ચોક તથા આજુબાજુમાંથી ૨૨(બાવીસ) પશુઓ, રૈયાધાર મેઈન રોડ, ગોપાલ ચોક, યુનિવર્સીટી રોડ, સરિતા વિહાર, ભીડભંજન, નટરાજનગર, કિડવાઈનગર, રૈયા રોડ, પુષ્કરધામ મેઈન રોડ, શાસ્ત્રીનગર, સૌરાષ્ટ્ર કર્મચારી સોસાયટી મારવાડી સોસાયટી, જનકપુરી મેઈન રોડ, ધરમનગર ક્વાર્ટર્સ, મીરાનગર, સાધુવાસવાણી રોડ તથા આજુબાજુમાંથી ૨૫(પચ્ચીસ) પશુઓ, મનહરપુર, જામનગર રોડ, માર...
સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૧૦-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. હાલ અટલ સરોવરની આશરે ૭૦%, રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આશરે ૭૫% અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આશરે ૯૦% કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે.        રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોડ વર્ક, પવાર ડકટ, ICT ડકટ, સાયકલ ટ્રેક, સ્ટોર્મ વોટર, ફૂટપાથ વિગેરેની કામગીરી ચાલુ છે તેમજ અટલ સરોવર ખાતે લોઅર પાથ-વે, અપર પાથ-વે, ૪૦ મીટરનાં ફ્લેગ માસ્ટ પાસેના એન્ટ્...
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ગુજરાત પ્રવાસન વિભાગનાં કમિશનર આલોક કુમાર પાંડે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે. જેનું દીપ પ્રાગટ્ય રાજ્યસભાના માન. સંસદ સભ્ય રામભાઈ મોકરીયાનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર ડૉ. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.        આ કાર્યક્રમમાં સંસદ સભ્ય રાજકોટ માન. મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માન. કમલેશભાઈ મીરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી માન. બિનાબેન આચાર્ય, ધારાસભ્ય રાજકોટ માન. ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય અને ડે. મેયર RMC માન. ડૉ. દર...
આયુર્વેદ પરંપરા એ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ

આયુર્વેદ પરંપરા એ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા શહેરમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.        કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આયુર્વેદ પરંપરાએ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિએ આપેલી અમૂલ્ય ભેટ છે. જેને દરેક ભારતીય લોકો જાણે અને નિયમિત જીવન શૈલીમાં અપનાવે તે જરૂરી છે. બિમારીમાં સપડાઇએ તે પહેલા જ આયુર્વેદને અપનાવીને સ્વસ્થ જીવન બનાવીએ. તેમણે વધુમાં ૨૦૨૩ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે તેમણે લોકોને રોગોથી બચવા મિલેટ એટલે કે, ગ્લુટેન ફ્રી એવા બાજરો, રાગી, મકાઇ, જુવાર જેવા ધાનનો રોજીંદા જીવનમાં...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નાના મૌવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં ૨૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન સ્થળ પર ૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.  ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :-     (૧)પટેલ સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)આશુતોષ દાલ બાટી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ખોડિયાર પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)જય સીયારામ સીઝન સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.                      તથા (૦૫)બાલાજી અમુલ પાર્લર (૦૬)માહીન મયુર ભજીયા (૦૭)હોટ ચીલી (૦૮)હિમાલયા સોડા & સોફટી (૦૯)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૧૦)બાલાજી પાણીપૂરી (૧૧)શ્રીજી ઢોસા & ફાસ્ટફુડ (૧૨)બાલાજી ગાંઠિયા & ફરસાણ (૧૩)બાલાજી ડ્રાયફ્રૂટ આઇસ્ક્રીમ & શીખંડ (૧૪)રીગલ...