Tuesday, September 8News That Matters

Gujarat

સવાડી પો.સ્ટે વિસ્તારના અંતરીયાળ વિસ્તારમાં આવેલ બગલીયા ગામેથી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમને પકડી પાડતી નસવાડી પોલીસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નસવાડી સંદીપસિં પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા પી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં ચાલતી પ્રોહીબીશનની અસામાજીક પ્રવ્રુતિ ડામવા સારૂ પો.સ્ટે વિસ્તારમાં આવી પ્રવૃતિ કરતા બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખી કેસો કરવા આપેલ સૂચના આધારે ડી.કે રાઠોડ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓએ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની માહીતી મેળવી ઇગ્લીશ દારૂના વેચાણ અને હેરાફેરી ઉપર નજર રાખી પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ કરેલ હોય ઉપરી અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી એસ.બી.વસાવા સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ નાઓના સંકલનમાં રહી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય આજરોજ એમ એસ સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશનનાઓ પોલીસ માણસો સાથે અંતરીયાળ વિસ્તારના...

ગીર-સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૨ દિવસીય મધમાખી ઉછેરની તાલીમ સંપન્ન…

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન અને HDFC બેંક પરિવર્તન કલાઇમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ, માંગરોળ ના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે ૨ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલિમ યોજાય.      જેમાં તાલીમની શરૂઆત તાલીમના કોર્સ કોઓર્ડિનેટર અને પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડ દ્રારા સર્વે મહેમાનો અને તાલીમાર્થીઓનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉદઘાટન પ્રસંગે કેવિકેના વડા જીતેન્દ્રસિંહ  ઉપસ્થિત સર્વેને મધમાખી પાલન દ્રારા પૂરક વ્યવસાય કરીને કઈ રીતે ખેતીની સાથે રોજગારીની તકો ઉભી કરી શકાય તે વિશે ખેડૂત મિત્રોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ટેક્નીકલ સેશનની શરૂઆતમાં નીતાબેન ગોસ્વામી, ખેતીવાડી અધિકારી, કિટકશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મધમાખી પાલનની આદર્શ વે...

G20 ડેલિગેશનની સોમનાથ મુલાકાત અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે સમિક્ષા મીટિંગ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        G20 મિટિંગના ભાગરૂપે તારીખ ૧૮-૧૯/૦૫/૨૦૨૩ના રોજ દિવ ખાતે Science-20 મિટિંગ યોજાનાર છે. જે અન્વયે G20 ડેલિગેશન સોમનાથ મંદિરે દર્શન માટે પધારનાર છે. જેના સુચારૂ આયોજન તેમજ અમલીકરણ માટે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સમિક્ષા મીટિંગ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ટૂર લાઈઝન, મંદિર દર્શન, ટ્રાન્સપોર્ટેશન અને વાહન વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા, વીજ વ્યવસ્થા, પાર્કિંગ સ્થળની વ્યવસ્થા, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની જરૂરી એવી તમામ આવશ્યક સેવાઓ અંગે માઇક્રોલેવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા એ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને વ્યવસ્થા અને આયોજન વિશે માર્ગદર્શિત કર્યા હતાં અને આ મિટિંગમાં G20 ડેલિગેશનના સોમનાથ મંદિરે દર્શન અંગે સુચારૂ વ્યવસ્થા ગોઠવાય તે અંગે...

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૦/૦૫/૨૦૨૩ થી તા. ૧૫/૦૫/૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૦/૦૫/૨૦૨૩ થી ૧૫/૦૫/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૮ રેકડી/કેબીન તે આનંદ બંગલા ચોક,કેવડાવાડી,ગાયત્રીનગર મેઈન રોડ,ધરાર માર્કેટ, હોસ્પિટલ ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૨૩ પરચુરણ ચીજ વસ્તુઓ  જે મવડી મેઈન રોડ, આનંદ બંગલા ચોક,ગુંદાવાડી મેઈન રોડ,ધરાર માર્કેટ,ભક્તિનગર સ્ટેશન રોડ,  થી જપ્ત કરવામાં આવી હતી, ૮૦૩ કી.ગ્રા. શાકભાજી-ફળો તે જ્યુબેલી, આનંદ બંગલા ચોક,કોર્ટ ચોક,જંકશન રોડ,કેવડાવાડી,શિતલપાર્ક,પારેવડી ચોક,આજીડેમ માર્કેટ, માથી જપ્ત કરવામાં આવ્યા હતા, રૂ.૫૧,૩૯૦/-મંડપ કમાન છાજલી ચાર્જ તે લોધાવડ ચોક ...

ભાવનગર સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો તેમાંથી વિજેતા ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતા ને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારી એમ.કે.રાઠોડ દ્વારા છાત્રાલય ના ગ્રાઉન્ડમાં જ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષ પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ .જા.) તથા વી.સી.વસાણી (સ.ક.છા.ભાવ) ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં વિધાર્થીઓની કુલ ચાર ટીમ પૈકી એક ટીમ વિજેતા બનતા તેઓના પ્રોત્સાહન ભાગરૂપે “પ્રમાણપત્ર” આપવામાં આવેલ વિધાર્થીઓમાં રહેલ ખેલદિલીની ભાવનાથી ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો....

ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધા યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતેસંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાત્રાલયની ૧૬ કન્યાઓએ ભાગ લીધો હતો જેમાંથી વિજેટને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કન્યા છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતાને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારી વી.સી.વસાણી દ્વારા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષ પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ.જા.) તથા શ્રીમતી એમ.કે.રાઠોડ (સ.કુ.છા.ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લીધેલ ૧૬ વિદ્યાર્થિનીઓ પૈકી કુ. માલવીયા બીનલ વિજેતા બનતા તેઓને પ્રોત્સાહન ભાગરૂપે “પ્રમાણપત્ર” આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિધાર્થીનીઓમાં રહેલ ખેલદિલીની ભાવનાથી ખૂબ જ...

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતાં. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં. મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રી અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, ફિશરીઝ કોલોની ખાતે માછીમારોને હારતોરા કરી આવકાર્યા હતા અને ક્ષેમકુ...

ક્રિસ્ટલ સીટી અને લોકમાન્ય તિલક ટાઉનશીપના સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૧૩/૦૫/૨૦૨૩ નાં રોજ ક્રિસ્ટલ સીટી વિંગ એ, ડી માર્ટની પાછળ, કુવાડવા રોડ, (૨) તા.૧૪/૦૫/૨૦૨૩ ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપ વિંગ એ+બી+સી+ડી+ઇ+એફ, મોરબી રોડ જકાતનાકા પાસે, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં (૧) તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ ક્રિસ્ટલ સીટી વિંગ એ, ડી માર્ટની પાછળ, કુવાડવા રોડ ખાતે અંદાજે ૨૫ રહેવાસીઓ (૨) તા.૧૪/૦૫/૨૦૨૩ ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપ વિંગ એ+બી+સી+ડી+ઇ+એફ, મોરબી રોડ જકાતનાકા પાસે ખાતે અંદાજે ૫૦ થી ૬૦ રહેવાસીઓ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના (૧) તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ ક્રિસ્ટલ સીટી વિંગ એ, ડી માર્ટની પાછળ, કુવાડ...

પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટ ફોન ખરીદી માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ   સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ  દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતા હસ્તક પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના માટે આઈ-ખેડુત પોર્ટલ  તા: ૧૫-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ખેડૂતો પાણીના ટાંકા બનાવવા સહાય યોજના અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનામાં લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ જરૂરી વિગતો જેવી કે, ૮-અ, બેન્ક ખાતાની અધ્યતન વિગત (IFSC CODE સાથે), આધાર કાર્ડની વિગત, રાશન કાર્ડની વિગતો સાથે પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તદુપરાંત ખેતીવાંડીની અન્ય સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી આઇ-ખે...

પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે શ્રમિક પરિવારમાં હર્ષાશ્રુનો અવસર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર વ્યક્તિ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન એક એવાં મકાનની માલિકી માટે કામ કરે છે, જેને તે પોતાનું ઘર કહી શકે. એક ઘર જે પોતાના પરિવાર માટે પૂરતું હોય, જ્યાં બાળકો વિકાસનો અનુભવ કરી શકે, એટલે જ કહેવાય છે કે 'ધરતીનો છેડો ઘર'. ઘરનું ધર એ ભારતના દરેક સામાન્ય માણસનું સ્વપ્ન હોય છે. આવા અનેક સપનાઓને પ્રધાન મંત્રી આવાસ યોજનાએ સંપૂર્ણ કર્યા છે. ભાવનગરના રહેવાસી ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાનું એક અનોખું સપનું જે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સંપૂર્ણ થયું છે. ભાવેશભાઈ હીરાઉદ્યોગમાં કામકાજ કરી જીવન વિતાવી સંતોષ અનુભવતા હતા. જીવનની આટલી કાપરી પરિસ્થિતિમાં પણ તેમણે સંઘર્ષ કરવાનો છોડ્યો નહીં. પરંતુ એમના મનમાં ડંખતું હતું કે પોતાનું ઘરનું ઘર હોય તો ઘણી રાહત મળે. પોતાનાં માત-પિતાને ઘરના ઘરમાં પ્રવેશ કરાવવો હતો. અને ત્યારે તેમના જીવનમાં અજવાળા સમાન પ્રધાનમંત્રી આવાસ યોજના આવી. આ યોજના ...