Wednesday, February 18News That Matters

વોર્ડ નં.૦૬માં માંડાડુંગરમાં સોમનાથ સોસાયટીમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો: આશરે ૬૧ લાભાર્થીઓએ લાભ લીધો

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૩-૦૩-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૦૬માં માંડાડુંગર વિસ્તારમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે ૬૧થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્ટ ઝોનમાં સીટી એન્જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન હેઠળ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્ટાફ તથા કોર્પોરેટરના સંકલનથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોર્પોરેટરઓ તથા વોર્ડનાં અધિક મદદનીશ ઇજનેર એચ. એલ. સગારકાવર્ક આસીસ્ટન્ટ ભાવેશ સરધારા તથા સુનીલભાઈ બી. પરમાર હાજર રહી ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવેલ છે જેમાં આજ રોજ આશરે ૬૧ લાભાર્થીઓ એ આ કેમ્પનો લાભ લીધેલ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *