Wednesday, February 18News That Matters

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

હિન્દ ટીવી – ગુજરાતી, વલસાડ

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો ભારત જ્યારે જી 20 દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે સુદ્રઢ પ્રયત્નો થાય તે અત્યંત જરૂરી છે. વિશ્વમાં પીવાલાયક પાણી તેમજ સીધા જ ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીની સમસ્યા અત્યંત ગંભીરરૂપ ધારણ કરી રહી છે. આ બાબતને ધ્યાને રાખી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા પાણી તેમજ પર્યાવરણ બચાવવા અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં ફેલાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત “વોટર કન્ઝર્વેશન, જાગૃતતા, ઇનોવેશન અને ટેકનોલોજી વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરાયુ હતું. એસએસઆઈપી કો-ઓર્ડીનેટર અને વિષય તજજ્ઞ ડો. કે. એલ. મોકરિયાએ પાણી તેમજ અન્ય પર્યાવરણ વિષયક પ્રશ્નો અંગેની, અવેરનેસ અને ઇનોવેશન અને ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ તેમના સોલ્યુશનની સમજ પર ભાર મુકયો હતો. સેમિનારમાં વોટર કન્ઝર્વેશન માટે સેન્સર અને સર્કિટ પણ બતાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંત ભાગમાં પુછાયેલા વોટર કન્ઝર્વેશનના પ્રશ્નોને વિદ્યાર્થી દ્વારા સચોટ જવાબ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત બીજા દિવસના કાર્યક્રમમાં ડુંગરીની પૂર્વ વિભાગ સ્ટેશન શાળાના આશરે ૧00 જેટલા બાળકોની સરકારી ઈજનેરી કોલેજ વલસાડ ખાતે મુલાકાત કરવામાં આવી હતી. તેઓ માટે “બર્ડ ફીડર વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સંસ્થાના ઇનોવેશન સેન્ટર તેમજ તમામ ઈજનેરી વિદ્યાશાખાઓની લેબોરેટરીઝની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમના આયોજનમાં ડો. માલણ, પ્રો. પ્રજાપતિ, ડો. સુદાણી અને પ્રો. મિશાલ, પ્રો. શશી રંગાએ સંસ્થાના આચાર્ય ડો. વિ.એસ.પુરાણીના માર્ગદર્શનમાં કાર્ય કર્યુ હતું. ડુંગરી શાળા તરફથી હેડ દિપ્તીબેન પ્રજાપતિ અને ભારતભાઈ ખાનપરાએ કાર્યકમનું સંચાલન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *