ગાર્ડન શાખા દ્વારા પડી ગયેલ વૃક્ષનો તાત્કાલિક ધોરણે નિકાલ કરેલ
હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
કુદરતી રીતે ભારે પવન તથા જમીનની ગરમીના કારણે વૃક્ષના મૂળ સુકાઇ જવાથી આકસ્મિક રીતે વૃક્ષ પડી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી જવાની ઘટના બની હતી જેની રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા તુરંત જ પડી ગયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આકસ્મિક રીતે (કુદરતી કારણસર) પડેલ વૃક્ષની વિગત
| ક્રમ | સ્થળની વિગત | વૃક્ષની જાત |
| ૦૧ | રામેશ્વર પાર્ક, રામેશ્વર હોલની બાજુમાં ગુલમહોરનું વૃક્ષ કુદરતી રીતે ધરાશાયી થયેલ. સદનસીબે કોઇ જાનહાનિ થયેલ નથી. અને બગીચા શાખાએ આ વૃક્ષ તુરંત દૂર કરેલ છે. (વોર્ડ નં ૧) | ગુલમહોરનું વૃક્ષ |
| ૦૨ | જનતા જનાર્દન સોસાયટી, રેસકોર્સ રીંગ રોડ પર વૃક્ષ કુદરતી રીતે ધરાશાયી થયેલ. બગીચા શાખાએ આ વૃક્ષ તુરંત દૂર કરેલ છે. (વોર્ડ નં ૨) | ગુલમહોરનું વૃક્ષ |
| ૦૩ | જાગનાથ પ્લોટ વિસ્તારમાં વૃક્ષની ડાળીઓ પડી ગયેલ જેનો બગીચા શાખાએ આ વૃક્ષની ડાળીઓનો તુરંત દૂર કરેલ છે. (વોર્ડ નં ૭) | વૃક્ષની ડાળીઓ |
