Sunday, February 15News That Matters

Author: Admin Admin

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણ

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજી એ આજે ગુજરાતના ભાવનગરથી 3 નવી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ ભાવનગર - અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ અને જબલપુર -રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડૉ . મોહન યાદવ અને છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય (રાયપુર) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સાથે જોડાયા હતા. અયોધ્યાની સાપ્તાહિક ટ્રેનના શુભારંભ કરાવવાના કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ આ તકે જણાવ્યું કે આ ત્રણ ટ્રેનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સં...
શ્રાવણ શુક્લ નવમી પર શ્રી સોમનાથ મહાદેવનો ‘સૂર્ય દર્શન શ્રૃંગાર

શ્રાવણ શુક્લ નવમી પર શ્રી સોમનાથ મહાદેવનો ‘સૂર્ય દર્શન શ્રૃંગાર

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સોમનાથ     શ્રાવણ શુક્લ નવમીના પાવન દિવસે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો વિશેષ 'સૂર્ય દર્શન શ્રૃંગાર' કરવામાં આવ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં કાળગતિમાં "દ્વાદશ આદિત્યો" એટલે કે 12 સૂર્યમંદિરોનું તેજસ્વી અને ઐતિહાસિક વિભવ દૈદીપ્યમાન હતો. તે સૂર્ય ઉપાસના પરંપરા અને વિજ્ઞાનીક ચેતનાનો કેન્દ્ર રહી ચૂકેલું છે. તે જ કારણે આ તીર્થને શાસ્ત્રોમાં “પ્રભાસ” નામ આપવામાં આવ્યું છે – જ્યા પ્રકાશે બધું ઝગમગાય છે. આજના વિશેષ પ્રસંગે, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગને ચંદન તથા પુષ્પોથી નિર્મિત સૂર્યપ્રતિકૃતિથી અલંકૃત કરવામાં આવ્યા હતા. 100 કિલોથી વધુ ગુલાબ, ગલગોટા અને વિવિધ પવિત્ર ફૂલો વડે આ શુભ શૃંગાર સર્જાયો હતો. આ દૃશ્ય માત્ર દ્રશ્યસૌંદર્ય પૂરતું નહોતું, પણ તેનું શાસ્ત્રીય મહત્વ પણ ઊંડું છે. અથર્વવેદ અને સૂર્યોપનિષ...
ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઈવેટ વાહનો માટે નવી સીરીઝની ઓનલાઇન ઈ-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઈવેટ વાહનો માટે નવી સીરીઝની ઓનલાઇન ઈ-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      આર.ટી.ઓ કચેરી,ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાયના વાહનો) માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-AX 0001 થી 9999”, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- PVT.LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “ GJ-04-EP 0001 થી 9999” , દ્રીચક્રી મોટર વાહન (TWO Wheeler – Pvt. Motor Cycle and Scooter) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-ES 0001 થી 9999" નંબરોનું ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે.     જેમાં તા.16/07/2025 થી‌ તા.18/07/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.18/07/2025 થી તા.20/07/2025 (04:00 PM) સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા :  ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે મુખ્ય કામગીરી નીચે મુજબ કરવાની રહેશે. https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધ...
બાગાયત વિભાગ દ્વારા ઓઈલપામની ખેતી કરવા માંગતા ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાનો લાભ મળશે

બાગાયત વિભાગ દ્વારા ઓઈલપામની ખેતી કરવા માંગતા ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાનો લાભ મળશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       રાજયમાં વર્ષ-૨૦૨૫-૨૬ માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અમલમાં છે. જે અન્વયે ખેડૂતોને ઓઈલ પામ વાવેતર, ઓઇલ પામ સાથે આંતરપાક, સાધન-મશીનરી માટે સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં સદર યોજનાનું અમલીકરણ બાગાયત વિભાગ દ્વારા થાય છે. પામોલિન ઓઇલ એ પામ નામના ઝાડમાંથી મળે છે. ફરસાણ, પેકેટ ફૂડ તથા વિવિધ ખાદ્ય બનાવટોમાં આ તેલનો ઉપયોગ થાય છે. આ તેલની ખાસિયત છે કે તેમાં બનાવેલ ફૂડ પ્રોડકટ લાંબા સમય સુધી બગડતી નથી.  પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધારે છે. દેશમાં આ તેલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. જેના કારણે વધુ વિદેશી હુંડિયામણનો ખર્ચ કરવો પડે છે અને ખરેખર તેનો લાભ ખેડૂતોને મળી શકે તેવા પ્રયાસના ભાગરુપે વાવેતર વિસ્તાર વધારવા આ સહાય યોજના અમલી છે. ઓઇલ પામ એ એકર દીઠ ઘણી સારી આવક આપતો પાક છે. ખેડૂતોને આ પાકના વાવેતર માટે માર્ગદર્શન અને પ્લ...
પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડતા કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વરે સંપર્ક સાધવા અનુરોધ

પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડતા કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વરે સંપર્ક સાધવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણિક સંસ્થાઓમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમિશન મેળવવા ઈચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરીને સત્વરે જમા કરાવવું. વધુ વિગતો માટે ટે.નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/ મો.૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે....
સુરત જિલ્લામાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન કૃષિ સંકલ્પ અભિયાન યોજાશે

સુરત જિલ્લામાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન કૃષિ સંકલ્પ અભિયાન યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન દેશવ્યાપી 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' શરૂ કરવામાં આવશે. જેમાં દરરોજ ખરીફ પાકો વિષે માર્ગદર્શન અને કૃષિને ઉન્નત બનાવવા માટે સમગ્ર દેશમાંથી કૃષિ વૈજ્ઞાનિકોની લગભગ ૨૧૭૦ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં ઓછામાં ઓછા ૪ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ યુનિવર્સિટી, કોલેજો, રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્રીય કૃષિ વિભાગના કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, F.P.O. વગેરે સાથે મળીને તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતો સાથે સંવાદ અને માર્ગદર્શન કરશે. ટીમો જે સ્થળે જશે ત્યાની કૃષિ આબોહવા, જમીનમાં પોષક તત્વોની હાજરી, પોષક તત્વોનો અભાવ, સિંચાઈના પાણીની સ્થિતિ, વરસાદ, આબોહવા, પશુપાલન, માટીની ગુણવત્તા, સોઇલ હેલ્થ કાર્ડના આધારે અનૂકૂળ પાકનું વાવેતર વિશે ખેડૂતોને માહિતગાર કરશે. કઈ પદ્ધતિથી વાવણી કરવી, બીજ અને ખાતર, જ...
કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિના યુવક-યુવતિઓને રૂ.૨.૮૮ લાખની સહાય મળવાપાત્ર

કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિના યુવક-યુવતિઓને રૂ.૨.૮૮ લાખની સહાય મળવાપાત્ર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત      ગુજરાત રાજ્યના કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિ યુવક-યુવતિઓ માટે રૂ.૨.૮૮ લાખ સહાય આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ જુનિયર વકીલને પ્રથમ વર્ષ માસિક રૂ.૧૦ હજાર લેખે,બીજા વર્ષ માસિક રૂ.૮ હજાર લેખે તેમજ ત્રીજા વર્ષ માટે માસિક રૂ.૬ લેખે કાયદા સ્નાતકોને સહાય આપવમાં આવે છે.જે સિનિયર વકીલના હાથ નીચે તેઓ પ્રેક્ટીસ કરે છે તે સિનિયર વકીલને રૂ.૫ હજાર લેખે ત્રણ વર્ષ સુધી રૂ.૧.૮૦ લાખ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે....
આદિજાતિ કોર્પોરેશન હેઠળ આદિજાતિની મહિલાઓને દુધાળા પશુ ખરીદવા માટે રૂા.૯૦ હજારની લોન સહાય મળે છે

આદિજાતિ કોર્પોરેશન હેઠળ આદિજાતિની મહિલાઓને દુધાળા પશુ ખરીદવા માટે રૂા.૯૦ હજારની લોન સહાય મળે છે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     આદિજાતિ મહિલાઓને સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ દુધાળા પશુ અને અન્ય સાધન સહાય ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ૦ થી ૨૦ના સ્કોર ધરાવતા આદિજાતિ મહિલા લાભાર્થીઓને સુમુલ ડેરી મારફતે દુધાળા પશુ ખરીદવા માટે આદિજાતિ કોર્પોરેશન મારફતે રૂા.૨૯ હજારની સહાય લોન, લાભાર્થીનો રૂા.૩ હજાર ફાળો, તેમજ રૂા.૫૮૦૦૦ની સહાય પેટે ડી-સેગ મારફતે ચુકવવામાં આવે છે. આમ લાભાર્થીઓને રૂા.૯૦,૦૦૦ની સહાય દુધાળા પશુ ખરીદવા માટે આપવામાં આવે છે. વ્યાજ દર વાર્ષિક ૪ ટકા રહેશે. યોજનાનો લાભ મેળવવા માટે માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે....
ખંભાળિયા “એનિમલ કેર ચેરીટેબલ” ટ્રસ્ટના પ્રમુખ દેસુર ધમા નો આજે જન્મદિવસ

ખંભાળિયા “એનિમલ કેર ચેરીટેબલ” ટ્રસ્ટના પ્રમુખ દેસુર ધમા નો આજે જન્મદિવસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ખંભાળિયા          ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને ગૌવંશ માટે નોંધપાત્ર સેવા કાર્યો કરી રહેલી સંસ્થા "એનિમલ કેર ચેરિટેબલ" ટ્રસ્ટના પ્રમુખ દેસુરભાઈ ધમા નો આજે જન્મદિવસ છે.     સેવાકીય કાર્યો ની સાથે સાથે દેસુરભાઈ ધમા આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ અને અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભાના યુવા મહામંત્રી તેમજ રક્ત યોદ્ધા ગ્રુપમાં કાર્યરત છે. હિન્દુત્વ વાદી અભિગમ ધરાવતા દેશુરભાઈ રાષ્ટ્રભાવનાના રંગે પણ રંગાયેલ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો તેમજ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવી હતી....
વડાપ્રધાન આજે કચ્છમાં : ભુજથી ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને આપશે ભેટ

વડાપ્રધાન આજે કચ્છમાં : ભુજથી ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને આપશે ભેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ      ધરતીકંપ બાદ કચ્છનું નવસર્જન કરીને જિલ્લાને વિવિધ ક્ષેત્રે વિકાસના પંથે જેટ ગતિ આપનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે ભુજ ખાતે વિશાળ જનમેદનીને સંબોધવા સાથે રૂા. ૫૩ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને ભેટ આપશે.  “ઓપરેશન સિંદૂર” બાદ પ્રથમ વખત કચ્છ આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે. કચ્છના વિકાસના સ્વપ્નદ્ષ્ટાને આવકારવા કચ્છી જનતા થનગની રહી છે. વડાપ્રધાનશ્રી આગમનના આનંદમાં સમગ્ર ભુજને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું છે. તા.૨૬ અને ૨૭ મે દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન ૨૬ તારીખે ભુજમાં વડાપ્રધાનના હસ્તે કુલ રૂા. ૫૩,૪૧૪ કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.  વડાપ્રધાન એરપોર્ટ...