Sunday, February 15News That Matters

પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડતા કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વરે સંપર્ક સાધવા અનુરોધ

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

    સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણિક સંસ્થાઓમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમિશન મેળવવા ઈચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરીને સત્વરે જમા કરાવવું. વધુ વિગતો માટે ટે.નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/ મો.૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *