મજીવાણા સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રોપા–ધરુ પર ૫૦% એટસોર્સ સહાય
હિન્દ ટીવી-ગુજરાતી, પોરબંદર
યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોએ જરૂરી પ્લાંટીંગ મટીરીયલનો ઓર્ડર અગાઉથી બિયારણ સાથે મજીવાણા સેન્ટર ખાતે નોંધાવી દેવાનો રહેશે.
બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ખેડુતોને ગુણવત્તાસભર પ્લાંટીંગ મટીરીયલ વ્યાજબી દરે મળે અને શરૂઆતના વાવેતર ખર્ચમાં રાહત મળે તે હેતુસર પ્લાંટીંગ મટીરીયલ પર એટસોર્સ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ, મજીવાણા ખાતે ઉત્પાદિત ફળ ઝાડના રોપા તેમજ ખેડૂતના ઓર્ડર મુજબ તૈયાર થનારા રીંગણા, ટામેટા અને મરચાના ધરુ ઉપર મૂળ કિંમત રૂ. ૧ પ્રતિ ધરું ઉપર ૫૦% જેટલી સહાય આપવામાં આવશે. આ સહાય મહત્તમ રૂ. ૫,૦૦૦/- પ્રતિ લાભાર્થી મર્યાદામાં ઉપલબ્ધ છે.
આથી ચાલુ રવિ સીઝન દરમ્યાન આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોને પોતાને જરૂરી પ્લાંટીંગ મટીરીયલનો ઓર્ડર અગાઉથી બિયારણ સાથે મજીવાણા સ...







