Sunday, February 15News That Matters

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બીએલઓ દ્વારા ઘર-ઘર જઈ એન્યુમરેશન ફોર્મની કામગીરી કરવામાં આવી

હિન્દ ટીવી -ગુજરાતી, દાહોદ 

     ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨૮ ઑક્ટોબર, ૨૦૨૫ મતદારયાદી શુદ્ધ અને ત્રુટિરહિત બનાવવા અર્થે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

    દાહોદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તમામ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં ERO-133 ગરબાડા દ્વારા અભલોડ ગામ ખાતે ગ્રામજનોને SIR બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ EF FORM કઈ રીતે ભરવું તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *