Tuesday, February 17News That Matters

Author: Admin Admin

સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની કલેકટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઇ

સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની કલેકટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        ભુજ કલેકટર કચેરી ખાતે ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી આયોજીત બેઠકમાં વન રેન્ક, વન પેન્શનના પ્રશ્નો, શહિદ સૈનિકોની વિધવા પત્નીઓના પેન્શન સંલગ્ન પ્રશ્નો, ગેસ્ટહાઉસની સુવિધા, આરોગ્ય સેવા વિષયક સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે તેના ઉકેલ માટે સમિતિના સભ્યો દ્વારા હકારત્મક ચર્ચા-વિચારણા કરાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના ઉપપ્રમુખ બ્રિગેડીયર રણબીરસીંગે, વીએસએમ(નિવૃત્ત) રજૂ થયેલા પ્રશ્નોનો વહીવટીતંત્ર તથા સંલગ્ન વિભાગોને સાથે રાખીને વહેલી તકે ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેવી ખાત્રી આપી હતી.        ત્રિમાસીક બેઠકમાં મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી હિરેન લીંબાચીયાએ ગેસ્ટહાઉસ માટે જમીન માંગણીની પ્રક્રિયા તથા આરોગ્ય સુવિધા વિષયક હકારાત્મક પગલા અંગ...

ભૂજ – નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભૂજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા છે. હાલની સ્થિતીએ ૧૦ મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પિડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. એટલું જ નહિ, આ રસ્તો આંતરરાષ્ટ્રિય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. આમ, ૪૫ કિ.મી.નો આ ...
ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ 

ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       રાજકોટ જિલ્લામાં ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતા શહેર ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત દરબારી વાડામાં રૂ. ૧ કરોડ ૧૪ લાખના ખર્ચે રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન(RTS) બનાવવામાં આવી રહ્યું છે. ધોરાજી ખાતે નિર્માણાધીન આ રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશનનો શહેરી વિસ્તારમાંથી નગરપાલિકાની ૨૦ ટીપર વાન અને ૭ ટેક્ટરો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન કરીને એકઠો કરવામાં આવતા ૨૫ ટન જેટલા કચરાના વ્યવસ્થિત અને ટૂંકા ગાળાના સંગ્રહ માટે ઉપયોગ કરવામાં આવશે. ટીપરવાનમાં એકત્રીત કરાયેલ કચરાને મોટા ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં ભોડા ડમ્પીંગ સાઈટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં ભોડા ડમ્પ સાઈટની જગ્યામાં રૂ. ૪ કરોડના ખર્ચે મટિરિયલ રિસાય...
રાજકોટ હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪નો શુભારંભ

રાજકોટ હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪નો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ - ૨૦૨૪નો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય યુવા ઉત્સવમાં કુલ ૪૦ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયેલા કુલ ૧૧૫૦ કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ તકે રાજકોટ શહેરના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે અહીં દુહા, છંદ, લોકગીત, લોકનૃત્ય જેવી અનેક કલાઓના કલાકારોને મંચ પ્રાપ્ત થનારું છે. યુવા ઉત્સવ વિસરાતી જતી કળાઓને જીવંત રાખવા તથા વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત કૌશલ્યને ઉજાગર કરવાનું માધ્યમ બન્યો છે. ગુજરાત સરકાર ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, યુવા મહોત્સવ જેવા અનેક પ્રકલ્પો થકી યુવા પ્રતિભાની કલા અને આવડતને પ્રોત્સાહન આપે છે. રાજ્યભરમાંથી ...
કોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ

કોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી,       સામુહિક આરોગ્ય કેન્દ્ર કોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના આયોજનથી પીજીવીસીએલના સી.એસ.આર ફંડથી અલીમ્કો ઉજ્જૈન દ્વારા આ નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયુ હતુ. જેમાં લાભાર્થીઓને નવા ડોક્ટરી સર્ટી, PMJAY કાર્ડ, આભાકાર્ડ ઇસ્યુ કરાયા હતા. ઉપરાંત એલીમ્કો દ્વારા લાભાર્થીઓને મોટા્રાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ, વ્હીલચેર, ટી એલ એમ કીટ, કાખ ઘોડી, વોકિંગ સ્ટિક, હિયરિંગ એડ, સુગમ્ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રા પોર્ડ, સીપી ચેર, સેલ ફોન, ADL કીટ વગેરે સહાયક ઉપકરણ મંજુર કરાયા હતા જેની કુલ રકમ ૧૦,૯૬,૮૨૫/- થાય છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૩૧ લાભાર્થીઓને યોજનાકીય લાભો મંજુર કરાયા હતાં....
વડોદરા જિલ્લાના એમ. કે. હાઈ સ્કૂલ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

વડોદરા જિલ્લાના એમ. કે. હાઈ સ્કૂલ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા  ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.   વડોદરા જિલ્લાના એમ. કે. હાઈસ્કૂલ ડેસર ખાતે "બેટી બચાઓ,બેટી પઢાઓ"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ અને દિકરીઓને માસિક સ્રાવ સંબંધી જાગૃતિ આવે તે હેતુસર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા બાળકોના કાયદાઓ તેમજ અધિકારો તથા માસિક સ્રાવ સંબંધી, માસિક દરમ્યાન રાખવામાં આવતી સાવચેતી તથા સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કિશોરીઓને વિડિઓ ફુટેજ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાની...
વડોદરા શહેરના ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

વડોદરા શહેરના ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા  ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે "બેટી બચાઓ,બેટી પઢાઓ"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સખી મંડળની બહેનોને મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ તથા મહિલા લક્ષી કાયદાઓ અને ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ તથા કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી અને સહરક્ષણ અધિકારી દ્વારા મહિલાઓના અધિકારો અને કાયદા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયો...
વારતા.. રે… વારતા ! મેવલી ખાતે ધોરણ એક થી આઠમાં વાર્તા સ્પર્ધા યોજાઈ

વારતા.. રે… વારતા ! મેવલી ખાતે ધોરણ એક થી આઠમાં વાર્તા સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા  જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા પ્રોજેક્ટ કચેરી વડોદરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા સી.આર.સી મેવલી ખાતે ધોરણ 1 થી 8 માં નિપુણ ભારત અંતર્ગત ક્લસ્ટરની 11 શાળાઓના બાળકોને વિવિધ ત્રણ વિભાગોમાં વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી.  કાર્યક્રમમાં મેવલી શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક બાળકોને આવકારવામાં આવ્યા અને નાનુભાઈ માલીવાડ દ્વારા પરિપત્રમાં નિર્દેશ થયા મુજબ ચાલુ વર્ષે બાળકોના વકીલ તરીકે જાણીતા તેમજ મૂછાળી મા તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાના જન્મ માસ નવેમ્બર માસથી વર્ષ 2024/25 નીપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા કાર્યક્રમ શરૂ કરવાનું આયોજન થયેલ છે.આ કાર્યક્રમમાં ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ 1 થી 8 ના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે વિભાગ એક બાલવાટિકાથી ધોરણ બે ના વિદ્યાર્થીઓ માટે વિભાગ બે ધોરણ ત્રણ થી પાંચ ના વિદ્યાર્થીઓ માટે વિભાગ ત્રણ ધોરણ છ થી...
વડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

વડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા  ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા અતિથિગૃહ ખાતે "બેટી બચાઓ,બેટી પઢાઓ"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ૧૦ ડિસેમ્બર સુધી (INTERNATIONAL DAY FOR THE ELIMINATION OF VIOLENCE AGAINST WOMEN) મહિલા વિરોધ થતી હિંસા નાબૂદી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.  આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બાળ વિકાસ અધિકારી, મુખ્ય સેવિકા, મહિલા હેલ્પલાઇન ૧૮૧ મહિલા સભ્યો,મહિલા કર્મયોગી, અધિકારીઓ તેમજ પોલીસ સહાયતા કેન્દ્ર ગોરવાના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ...
સમગ્ર શિક્ષા અંતર્ગત ત્રિમંદિર વરણામામાં જિલ્લા કક્ષાના “વિશ્વ દિવ્યાંગ દિવસ”ની ઉજવણી

સમગ્ર શિક્ષા અંતર્ગત ત્રિમંદિર વરણામામાં જિલ્લા કક્ષાના “વિશ્વ દિવ્યાંગ દિવસ”ની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા   સમગ્ર શિક્ષા અંતર્ગત વડોદરા જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે વડોદરા જિલ્લા કક્ષાના "વિશ્વ દિવ્યાંગ દિવસ"ની ઉજવણી દાદા ભગવાન, ત્રિમંદિર, વરણામા ખાતે કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ આઠ તાલુકામાંથી ૫૦૦ ઉપરાંત જેટલી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રમતગમત, દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્ય તથા "મારું સપનું" થીમ આધારિત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર એ.આર.પાંડે, જિલ્લા આઈ.ઇ.ડી.કો.ઓર્ડીનેટર અરૂણાબેન પટેલ, બીઆરસી કો. ઓર્ડીનેટર, નરેન્દ્રસિંહ ઠાકોર,સી.આર.સી પ્રકાશભાઇ ચૌધરી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ ભાગ લેનાર દરેક...