હિન્દ ટીવી – ગુજરાતી, વડોદરા
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા પ્રોજેક્ટ કચેરી વડોદરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા સી.આર.સી મેવલી ખાતે ધોરણ 1 થી 8 માં નિપુણ ભારત અંતર્ગત ક્લસ્ટરની 11 શાળાઓના બાળકોને વિવિધ ત્રણ વિભાગોમાં વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી.
કાર્યક્રમમાં મેવલી શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક બાળકોને આવકારવામાં આવ્યા અને નાનુભાઈ માલીવાડ દ્વારા પરિપત્રમાં નિર્દેશ થયા મુજબ ચાલુ વર્ષે બાળકોના વકીલ તરીકે જાણીતા તેમજ મૂછાળી મા તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાના જન્મ માસ નવેમ્બર માસથી વર્ષ 2024/25 નીપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા કાર્યક્રમ શરૂ કરવાનું આયોજન થયેલ છે.આ કાર્યક્રમમાં ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ 1 થી 8 ના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે વિભાગ એક બાલવાટિકાથી ધોરણ બે ના વિદ્યાર્થીઓ માટે વિભાગ બે ધોરણ ત્રણ થી પાંચ ના વિદ્યાર્થીઓ માટે વિભાગ ત્રણ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ ના વાર્તા નિર્માણ લેખન સ્પર્ધાનું આયોજન અને તેના ઉદ્દેશો હેતુઓ અને લાભ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
ક્લસ્ટર કક્ષાના આ કાર્યક્રમમાં કલ્પેશભાઈ રણજીતસિંહ વિજયસિંહ, બીનાબેન પટેલ, હેતલબેન, માધુરીબેન, ભામિનીબેન, કોમલબેન ત્રિવેદી અને ડામોર મોહનભાઈ દ્વારા વિવિધ નિર્ણાયક ટીમમાં કામગીરી કરી હતી. વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા તેમજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના આ વિવિધ આયામો પૈકી વાર્તા સ્પર્ધાનું આયોજન અને વિદ્યાર્થીઓને ગિજુભાઈ બધેકા વિષયક માહિતી મુકેશભાઈ શર્મા સી.આર.સી કો-ઓર્ડીનેટર દ્વારા આપવામાં આવી હરી.
