Sunday, February 15News That Matters

વડોદરા શહેરના ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, વડોદરા 

ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડોદરા શહેરના ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સખી મંડળની બહેનોને મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ તથા મહિલા લક્ષી કાયદાઓ અને ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ તથા કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી અને સહરક્ષણ અધિકારી દ્વારા મહિલાઓના અધિકારો અને કાયદા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *