Sunday, February 15News That Matters

વડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, વડોદરા 

ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા અતિથિગૃહ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ૧૦ ડિસેમ્બર સુધી (INTERNATIONAL DAY FOR THE ELIMINATION OF VIOLENCE AGAINST WOMEN) મહિલા વિરોધ થતી હિંસા નાબૂદી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. 

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બાળ વિકાસ અધિકારી, મુખ્ય સેવિકા, મહિલા હેલ્પલાઇન ૧૮૧ મહિલા સભ્યો,મહિલા કર્મયોગી, અધિકારીઓ તેમજ પોલીસ સહાયતા કેન્દ્ર ગોરવાના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટર દ્વારા મહિલાઓના કાયદાઓ તેમજ અધિકારો વિષે માર્ગદર્શન આપવામાં આવી હતી. તેમજ સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સાથે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ના જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. વન સ્ટોપ સખી સેન્ટરનાં કેન્દ્ર સંચાલક દ્વારા સેન્ટરમાં ચાલતી પ્રવૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *