Sunday, February 15News That Matters

Author: Admin Admin

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શ હૉલ ખાતે યોગ પર ચર્ચા અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શ હૉલ ખાતે યોગ પર ચર્ચા અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

Gujarat
સારા ન્યુઝ, અમદાવાદ          હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ પર ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ જાગરણ મહારેલી યોજી નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવનનો સંદેશ અપાયો.           માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગમય ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ યોગ પર ચર્ચા કાર્યક્રમ ઉપરાંત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તેમજ યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ યોગ જાગરણ મહારેલીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતેથી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.          આ યોગ રેલી રેલ્વે ફાટક-પાલીકાબજાર-રેલ્વે સ્ટેશન-મહાત્મા ગાંધી સર્કલ-પ્રગતિ મેદાન-સુભાષ ચોક- બગવડા દરવાજા- જુનું...

અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરાયા

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, અમદાવાદ અમદાવાદ જિલ્લા કલેકટરઅમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા. આ અવસરે જીલ્લા કલેકટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા અને સાંત્વના આપી હતી. આ અવસરે લાભાર્થી શ્રી સવામલએ કલેકટર શ્રીને નમન કરીને કહ્યું કે કલેકટર સાહેબ ! અમે ભારતમાં શાંતિનો મહેસુસ કરીએ છીએ. અહી ઉપસ્થિત રહેલા લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અહીં મહત્વની બાબત એ છે નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. આ વેળાએ અધિક નિવાસી કલેકટ...

ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા સંકલ્પબદ્ધ બનીએ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ-બેઠક યોજી - ગુજરાત પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં ઉપાડવા સંપૂર્ણ સજ્જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : રાજ્યપાલશ  જિલ્લા કલેક્ટર દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં એક દિવસે એક કલાકની બેઠક માત્ર પ્રાકૃતિક ખેતીની સમીક્ષા પ્રગતિની ચર્ચા માટે ગોઠવે  દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરીએ- ગૌશાળા-પાંજરાપોળને જીવામૃત-ઘન જીવામૃત તૈયાર કરી ખેડૂતોને આપવા પ્રોત્સાહિત કરીએ  જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન સંમેલનો યોજી વધુને વધુ ખેડૂતોને તાલીમબદ્ધ કરીએ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની સાફલ્યગાથાને અન્ય ખેડૂતો સુધી પહોંચાડીને પ્રેરણા પૂરી પાડીએ પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે મુખ્યમંત્...
મહેસાણા જિલ્લામાં અટલ ભુજલ યોજના અંતર્ગત વોટર સિક્યોરીટી પ્લાનમાં જળપુરવઠો વઘારવા માટે જળ સંચયના કામો અને સૂક્ષ્મ સિંચાઇ પઘ્ઘતિનો વ્યાપ વઘારવા માટે કામોનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લામાં અટલ ભુજલ યોજના અંતર્ગત વોટર સિક્યોરીટી પ્લાનમાં જળપુરવઠો વઘારવા માટે જળ સંચયના કામો અને સૂક્ષ્મ સિંચાઇ પઘ્ઘતિનો વ્યાપ વઘારવા માટે કામોનું આયોજન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા ભૂર્ગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુઘારો લાવી ભૂગર્ભ જળને નીચ જતા રોકવાના ઉમદા આશયથી રાજયમાં મહેસાણા જિલ્લા સહિત ૬ જિલ્લામાં અટલ ભૂજલ યોજના અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક મહેસાણા જિલ્લા કલેકટરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં અટલ ભુજલ યોજના અંતર્ગત જન સમુદાયની સહભાગીતાના કામોની સમીક્ષા કરાઇ હતી. આ ઉપરાંત વોટર સિક્યોરીટી પ્લાનમાં જળપુરવઠો વઘારવા સહિત જળ સંચયના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સૂક્ષ્મ સિંચાઇ પઘ્ઘતિનો વ્યાપ વઘારવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ બેંક અને દેશના જલ શક્તિ મંત્રાલય દ્વારા અનુદાનિત અટલ ભુજલ યોજનાનું ગુજરાતમાં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં ભુગર્ભ જળનું વધુ પડતું ખેંચાણ ઘરાવતા મહેસાણા સહિત ૬ જિલ...
સુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું ભાવનગર

સુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું ભાવનગર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પ્રમાણિત કર્યા મુજબ જ્ન્મ સમયે ઓછાં વજન સાથે જન્મેલાં બાળકોમાં સ્તનપાનની ખૂબ જ અસરકારક પધ્ધતિ એટલે ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) છે. બાળકોને કુપોષણ તરફ જતાં અટકાવવા અને સ્વસ્થ બાળકો દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનાં ઉદ્દેશને પરિપૂર્ણ કરવાં વિભાગીય નાયબ નિયામક શ્રી ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડે જિલ્લાની સમગ્ર ટીમને કાર્યરત કરેલ છે. તમામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમના તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા આ બાબતે નવાં જન્મેલા બાળકોની ગૃહ મુલાકાત કરાવી લેચીન્ગ (સ્તનના એરીઓલા અને સ્તનના એરીઓલાના નીચલા ભાગ સાથે બાળકના જોડાણ) અને સુધારેલ પારણાં પધ્ધતિ અને જરૂર હોય ત્યાં લેઇડ બેક, ફૂટબોલ હોલ્ડ વગેરે પધ્ધતિ પણ ટીમ દ્વારા સમજ...

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવારનું સન્માન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તાજેતરમાં જ ભાવનગર શહેરની સ્થાપનાને ૩૦૦ માં વર્ષમાં પ્રવેશ કરવાં પર ભાવનગર શહેરમાં બોર તળાવ ખાતે આવેલ કૈલાસ વાટિકા ખાતે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોની ઉજવણીમાં ભાવનગરનો રાજવી પરિવાર પણ જોડાયો હતો. ભાવનગરની સ્થાપના અખાત્રીજના દિવસે થઇ હતી. આ જ દિવસે શિહોર તાલુકાના ભાણગઢ ગામે મહારાજાના કાર્યોને યાદ કરતાં ભગવાન સત્યનારાયણની કથા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે વર્ષઃ ૨૦૧૫ થી નાતજાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે. તેનું ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ભાણગઢ ગામમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાને ધ્યાનમાં લઇને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ૨૮૦ સભ્યોની ટીમ ધરાવતી આ સંસ્થા ઉચ્ચ અધિકારીઓ, પ્રોફેસરો, શિક્ષકો, સાહિત્યકારો, કલાકારો ચિત્રકારોની બ...
ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે રાજ્ય સરકાર સજાગ ઝાંઝમેર ગામે ધારાસભ્ય આત્મારામ પરમારના હસ્તે આડબંધનું ખાતમુહૂર્ત

ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે રાજ્ય સરકાર સજાગ ઝાંઝમેર ગામે ધારાસભ્ય આત્મારામ પરમારના હસ્તે આડબંધનું ખાતમુહૂર્ત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સિંચાઈ વિભાગ અને પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે લોકભારતી જળસંગ્રહ અભિયાન અંતર્ગત ઝાંઝમેર ગામે આડબંધ ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય આત્મારામ પરમારે ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે સરકાર સજાગ રહી છે તેમ જણાવ્યું હતું. ઝાંઝમેર ગામે રંઘોળી નદી પર આ પ્રસંગે ધારાસભ્યશ્રી આત્મારામ પરમારે સરકાર દ્વારા અગાઉ સરદાર પટેલ સહભાગી જળસિંચન યોજના, સૌરાષ્ટ્ર જલધારા સંસ્થા વગેરેનો ઉલ્લેખ કરી થયેલી જળસંગ્રહ કામગીરીના સુખદ પરિણામોની વાત કરી હતી. તેઓએ ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે રાજ્ય સરકાર સજાગ છે તેમ જણાવી આ વિસ્તારમાં અન્ય જળસંગ્રહ કામો માટે પણ થાય તે માટે અનુરોધ કર્યો હતો. ધોળા પાસેના ઝાંઝમેર ગામે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ અને પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે રંઘોળી નદી પર વિશાળ આડબંધ નિર્માણ હેતુ યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા અરુણભાઈ દવેએ વડાપ્રધાન...

અમદાવાદ જિલ્‍લામાં નાયબ હિસાબનીશ અને જુનિયર ફાર્માસીસ્ટની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ અમદાવાદ જિલ્લામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજીત નાયબ હિસાબનીશ વર્ગ-૩ ની પરીક્ષા તા.૦૮/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી ૧૨.૩૦ કલાક અને જુનિયર ફાર્માસીસ્ટની પરીક્ષા બપોરે ૧૫.૦૦ કલાકથી ૧૬.૩૦ કલાક સુધી જગ્યાઓની ભરતી માટેની પરીક્ષા સુધીના જિલ્લાના નિયત કરેલાં પરીક્ષા સ્થળો પર યોજાનાર છે. સદર પરીક્ષાઓની વિશ્વસનિયતા વધે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતીઓથી પરીક્ષાર્થીઓને કોઈ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની આવશ્યક્તાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ પરિમલ બી.પંડયાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરની હદ સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં આવેલ તમ...
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રગતિમાં રહેલ અને ભાવી આયોજનોની તલસ્પર્શી સમીક્ષા કરતાં શિક્ષણ મંત્રી

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રગતિમાં રહેલ અને ભાવી આયોજનોની તલસ્પર્શી સમીક્ષા કરતાં શિક્ષણ મંત્રી

Gujarat
સારા ન્યુઝ, ભાવનગર        ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રગતિમાં રહેલ અને ભાવી આયોજનોની તલસ્પર્શી સમીક્ષા બેઠકનું આયોજન આજે બપોરે ભાવનગર મ્યુનિસપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના હોલમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, નગરપાલિકા સારું કાર્ય કરી રહી છે પરંતુ તેમાં ગતિ- પ્રગતિ લાવીને લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓની પૂર્તિ કરવાં તેને પ્રાથમિકતા આપીને કાર્ય પધ્ધિતિ વિકસીત કરવી જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે પીવાના પાણી, નવાં સંપ, નવી પાણીની ટાંકી વગેરેના કામોને પ્રાધાન્ય આપવું જોઇએ. આ ઉપરાંત ગટરના સીવેઝ પાણીના નિકાલ સહિતની વ્યવસ્થાઓ સુદ્ઢ કરવી જોઇએ. લોકો માટે નવાં બાગ બગીચાના નિર્માણ, બોર તળાવના નવીનીકરણ, ટી.પી. અને ડી.પી. ના પ્રશ્નો, શહેરના ઓવરબ્રિજ, આર.સી.સી. રોડ સહીતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા...

૬ ઠ્ઠી મે શુક્રવારે યોજાનાર જિલ્લા કક્ષાનો રોજગાર  ભરતી મેળો મોકૂફ રખાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જિલ્લા રોજગાર કચેરી ભુજ-કચ્છ દ્વારા આગામી તા. ૦૬-૦૫-૨૦૨૨ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, ગાંધીધામ - કચ્છ ખાતે આયોજિત કરવામાં આવેલ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અનિવાર્ય સંજોગોના કારણોસર હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવેલ છે. આ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળાનું આયોજન થયેથી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો તેમ જિલ્લા રોજગાર અધિકારી ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે....