ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર અખબાર અને ટીવી બન્ને માધ્યમમાં પ્રકાશિત કરવાની રહેશે વિગતો
હિન્દ ટીવી- ગુજરાતી, ગીર સોમનાથ
ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રથમ તબક્કા માટે નામાંકન ફાઈનલ થઈ ગયા છે. આ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોએ પોતાના ગુનાહિત પૂર્વ ઇતિહાસની વિગતોને અખબાર અને ટીવી ચેનલ પર પ્રસિદ્ધ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોએ પણ પોતાના પક્ષના ઉમેદવારોના ગુના અને કેસો અંગેની વિગતો સી-૨ ફોર્મમાં પ્રસિદ્ધ કરવી પડશે.
ચૂંટણીમાં મતદારો ઉમેદવારોને મત આપતા હોય છે અને તેઓને પોતે જેમને ચૂંટવા જઈ રહ્યા છે, તે ઉમેદવારો વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો હક્ક છે. ઉમેદવારો પોતાની સામેના ગુના અને કેસોની વિગતો ઉમેદવારી ફોર્મમાં ચૂંટણી અધિકારી સમક્ષ તો રજૂ કરતા જ હોય છે, પણ મતદારો પણ આ વિગતો જાણી શકે તે હેતુથી આ વખતે, ઉમેદવારો માટે પોતાની સામે નોંધાયેલા ગુના અને કેસોની વિગતો અખબાર અને ટીવી ચેનલોના માધ્ય...


