Sunday, February 15News That Matters

પી.સી.આર.ની સારી કામગીરી

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત 

          તા.૦૭/૧૧/૨૦૨૨ ના કલાક.૨૩/૦૩ ના આધારે કોલર નામે નવાજભાઇ મો.નં-૯૯૨૫૬ ૬૧૨૦૭ નાઓએ “અઠવા કાદરશાની નાળ સર્કલ પર કોલરને પોલીસ મદદની જરૂર છે”. તે રીતેનો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં કરેલ. જે કોલ ના આધારે અઠવા PCR-૩૪ ના ઇન્ચાર્જ PC વિજયભાઇ ધનરાજભાઇ બ.નં-૧૪૧૨ નાઓ સદર જગ્યાએ માત્ર ૦૬ મીનીટના સમયગાળામાં પહોંચી જઇ આત્મહત્યા કરનાર સદર ઇશમને બિલ્ડીંગ પરથી કુદતા રોકેલ. જે ઇશમ નામે રાજેન્દ્ર ગોપાલરામ ચનિયાલ શેઠ મોન્ટીભાઇ ઉ.વ.આ.૩૭ વર્ષ રહે.નાનપુરા કાદરશાની નાળ અર્પણ એપાર્ટમેન્ટ ઘર નં-૭૦૯ અઠવા સુરત નાઓને પો.સ્ટે. લઇ જઇ ઇન્વેમા HC દિનેશભાઇ કુકાભાઇ બ.નં-૧૧૨૮ નાઓને સોપેલ બાદ સદર આત્મહત્યા કરવા જનાર ઇશમને પુછતા આત્મહત્યા કરવાનુ કારણ પૈસાની તંગી હોવાથી માનસીક ટેંશનમા આવી આત્મહત્યા કરવા જવાનુ જણાવેલ છે.ત્યારબાદ તેમના શેઠને પો.સ્ટે.બોલાવી સમજાવી શેઠને સોપેલ છે આમ,સદર કોલમાં PCR-૩૪ ના ઇન્ચાર્જ PC વિજયભાઇ ધનરાજભાઇ બ.નં-૧૪૧૨ તથા પોલીસ કંટ્રોલરૂમ ના ૧૦૦ નંબર પર ફરજ બજાવતા PC દિપકભાઇ નરસિંહ બ.નં-૧૮૦૬ નાઓએ સદર કોલની ગંભીરતાને ધ્યાને લઈ તુરંત ગાડી રવાના કરી સારી કામગીરી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *