Monday, February 16News That Matters

Author: Admin Admin

ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ

ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ખેડૂત હિતલક્ષી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પાક- ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી 100 દિવસમાં રાજય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે. મંત્રી પટેલે વધુ વિગતો આપતો કહ્યું હતું કે રાજયની આશરે 5,000 જેટલી પેકસ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરે ટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.પેક્સ કમ્પ્યુટ રાઇઝેશન માટે જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ કરીને આગામી ત્રણ વર્ષમાં કમ્પ્યુટ રાઇઝેશન કરવા માટેની 8,000 જેટલી પેક્સ - સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવશે.  મંત્રી...
વિધાનસભા ચૂંટણી સંકલ્પપત્રમાં ભાજપાએ કરેલા સંકલ્પને 100-100 દિવસના લક્ષ્યાંક નિર્ધારીત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવા સરકાર સંકલ્પબધ્ધ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા ચૂંટણી સંકલ્પપત્રમાં ભાજપાએ કરેલા સંકલ્પને 100-100 દિવસના લક્ષ્યાંક નિર્ધારીત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવા સરકાર સંકલ્પબધ્ધ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ            રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા અને અગત્યના ભાવિ આયોજન વિશે મીડિયા સાથેના સંવાદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી-સંકલ્પપત્રમાં ભાજપાએ કરેલા સંકલ્પને 100 -100 દિવસના લક્ષ્યાંક નિર્ધારીત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે.        પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(આયુષ્માન ભારત) નો બમણો લાભ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ રૂ. પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. “મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ”(MMFDS) મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ અંતર્ગત આર્થિ...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ફર્ટિલાઇઝર ડિલર્સ કોર્ષ તાલીમ બેંચનો શુભારંભ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ફર્ટિલાઇઝર ડિલર્સ કોર્ષ તાલીમ બેંચનો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ પંદર દિવસ સુધી ૯૨ ડિલર્સને સર્ટિફિકેટ કોર્ષ ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડિલર્સની તાલીમ ૦૦૦ જૂનાગઢ તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૨ (બુધવાર) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની પ્રેરણાથી વિસ્તરણ શિક્ષણ કચેરી દ્વારા તા.૦૨/૦૧/૨૦૨૩ સુધી ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય ૯૨ ડિલર્સ માટે સર્ટિફિકેટ કોર્ષ ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડીલર્સની સાતમી બેંચનો શુભારંભ કુલપતિ ડો. વી.પી. ચોવટીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો છે. અધ્યક્ષ કુલપતિ ડો.વી.પી. ચોવટીયાએ જણાવ્યુ હતુ કે, આ કોર્ષ યુવા ફર્ટિલાઇઝર ડીલર્સના જ્ઞાનમાં ચોકકસ વધારો કરશે તેવી મને આશા છે. તેમજ તાલીમાર્થીઓને પોષક તત્વોના વ્યવસ્થાપન અંગેની જાણકારી તેમજ વાપરવાની વૈજ્ઞાનિક પધ્ધતિ, લિકવિડ ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝર તેમજ નેનો ફર્ટિલાઇઝરની સમજણ અન...
સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરમાં નાળીયેરની વિવિધ પ્રોડકટના વેચાણનો આરંભ

સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરમાં નાળીયેરની વિવિધ પ્રોડકટના વેચાણનો આરંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરમા નાળીયેરના ઉત્પાદનમાંથી બનેલ પ્રોડકટના વેચાણનો આરંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લાના જિલ્લા વિકાસ અધિકારી, મિરાંત પરીખ ની પ્રેરણા અને માર્ગદર્શનથી નાળીયેર વિકાસ બોર્ડ, કૃષી મંત્રાલય, ભારત સરકારના જૂનાગઢ કાર્યાલયના સહયોગથી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢ દ્વારા જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરમા જિલ્લા પંચાયતના કર્મચારીઓને તેમજ જિલ્લા પંચાયતની નજીકના વિસ્તારના રહેવાસીઓને સારી ગુણવતાની નાળીયેરના ઉત્પાદનમાંથી બનેલ પ્રોડક્ટનો મળી રહે તે માટે નાળીયેરના ઉત્પાદનમાંથી બનેલ નાળીયેર પાણી, નાળીયેર નીરા, કોકોનેટ ફ્લેવર મિલ્ક અને નાળીયેરની બનેલ અન્ય ચીજવસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવેલ છે. જેનું ઉદઘાટન નિયામક, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પી.જી.પટેલ ના હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે ક...
દેવભુમી દ્વારકા જિલ્લાના નવી ફોટ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

દેવભુમી દ્વારકા જિલ્લાના નવી ફોટ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભુમિ દ્વારકા દ્વારા તા-૨૦/૧૨/૨૦૨૨ ના રોજ નવી ફોટ ગામ ના સમાજ વાડી, ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ –૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં સીનીયર એડવોકેટ જીતુભાઇ હિંડોચા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ વિશે માહિતી આપવામાં આવેલ. જેમાં કાયદાઓની જોગવાઇઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવેલ અને કાયદાના ઇતિહાસથી લઈને હાલની ઘરેલુ હિંસાના કાયદાની જોગવાઇઓ અંગેની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી ઉપરાંત સમગ્ર દેશમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવોના ઉદાહરણો આપી અને મહિલાઓ ઉપર થતી ઘરેલુ હિંસાથી પોતાને કઈ રીતે સુરક્ષીત રાખી શકાય તેની વિસ્તૃત માહીતી આપી માર્ગદર્શન આપેલ. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી પ્રફુલ જાદવ દ્વારાજો કોઇ મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને...
ગીર સોમનાથમાં ‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર’ થીમ હેઠળ થશે ઉજવણી

ગીર સોમનાથમાં ‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર’ થીમ હેઠળ થશે ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     ભારત સરકાર દ્વારા તા.૨૫/૧૨/૨૦૨૨ના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨’ થીમ અન્વયે તા.૨૩/૧૨/૨૦૨૨ના રોજ નાયબ કલેક્ટર કચેરી, ઈણાજ સભાખંડ ખાતે ઉજવણી થશે. આ કાર્યક્રમના સૂચારુ આયોજન અંગે અધિક જિલ્લા કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી. ‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨’ થીમ અન્વયે યોજાનાર આ કાર્યક્રમમાં ગુડ ગવર્નન્સને લગતા ઈનિશિએટિવ તેમજ પ્રેક્ટિસ જેમ કે શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરેની ઉજવણી થશે. કાર્યક્રમના સુચારૂ આયોજન, વ્યવસ્થા, દેખરેખ તેમજ વિવિધ મુદ્દે સંકલન અંગે મિટિંગમાં અધિક જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના તમામ શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ કલેક્ટર, મુખ્યમહેમાન તેમજ મહાનુભાવો તેમજ સંબંધિત વિભા...
મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા જોડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ‘કાયદાકીય માર્ગદર્શન સેમિનાર’ યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા જોડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ‘કાયદાકીય માર્ગદર્શન સેમિનાર’ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર તા. ૨૧ ડિસેમ્બર, મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા જોડિયા આઈ. સી. ડી. એસ. કચેરી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી, મહિલા કલ્યાણ અધિકારી તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકશ્રી દ્વારા કાયદાકીય તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બહેનોને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી, અને ૧૮૧ હેલ્પલાઈન વિષે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર, જોડિયા તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન કે.પટેલ, મહિલા કલ્યાણ અધિકારી રૂકશાદબેન ગજણ, હંસાબેન ટાઢાણી, કારોબારી સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ ગોઠી, ન્યાય સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ભીમાણી, તાલુકા પંચાયતના સભ્ય હીનાબેન નંદાસણા, હેતલબેન ...
૨૨ ડિસેમ્બર : રાષ્ટ્રીય ગણિત દિવસ ૩૨ વર્ષના જીવનકાળમાં ગણિત વિષયમાં ભારતને ગૌરવ અપાવતાં ગણિતશાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજનની જન્મજયંતિ

૨૨ ડિસેમ્બર : રાષ્ટ્રીય ગણિત દિવસ ૩૨ વર્ષના જીવનકાળમાં ગણિત વિષયમાં ભારતને ગૌરવ અપાવતાં ગણિતશાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજનની જન્મજયંતિ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ ગણિત વિષયથી ઘણા વિધાર્થીઓ દૂર ભાગતા હોય છે પરંતુ ગણિત જ જેમનું જીવન હતું તેવા રામાનુજન જે ગાણિતિક પ્રતિભા ધરાવતા ગણિતશાસ્ત્રીનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ દક્ષિણ ભારતના કોઈમ્બતૂરના ઈરોડ ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગણિત વિષય પ્રત્યે તેમની શોધ અને ઉપલબ્ધિઓને સમ્માન આપવા માટે વર્ષ ૨૦૧૨થી “રાષ્ટ્રીય ગણિત દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે પ્રશ્ન તર્કની કસોટીએ ચડે છે ત્યારે ગણિત પ્રશ્નનોનો ઉત્તર આપવા આગળ આવે છે. માનવજીવનની શરૂઆતમાં કૃષિ, વ્યાપાર, માપણી તથા અન્ય રોજબરોજની પ્રવૃત્તિઓમાં ગણિતનો ઊપયોગ થતો હતો. જે ધીરે ધીરે વૈજ્ઞાનીક પધ્ધતિ રૂપે વિકસિત થયું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. જેનું કારણ મહાન એવા બુદ્ધિશાળી ભારતીય રત્નોએ વિશ્વને પ્રગતિ અને શોધના માર્ગમાં પાયાના સિધ્ધાંતો આપ્યા છે. વૈદિક યુગથી અર્વાચીન યુગ સુધી ભારતીય સૈન્ય હંમેશ...
જી.જી. હોસ્પિટલ ખાતે ‘એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ’ની ઉજવણી કરવામાં આવી

જી.જી. હોસ્પિટલ ખાતે ‘એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ’ની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  જામનગર તા.૨૦ ડિસેમ્બર, જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગત તા. ૧૯ ડિસેમ્બરના રોજ 'એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ'ની ઉજવણી કરવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલ વોર્ડના વડાઓ, રેસિડન્ટ્સ, સ્ટાફ નર્સ દ્વારા દર્દીઓને 'એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ' અંગે સમજણ તેમજ તબીબી સૂચનો આપી શકાય તે માટે પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ સ્તરે પ્રખ્યાત સંસ્થા 'WHO' દ્વારા આરોગ્યલક્ષી અભિગમ અપનાવી એન્ટિબાયોટિકસની અસરકારકતા જાળવવા માટે મનુષ્યો અને પ્રાણીઓમાં એન્ટિબાયોટિકસના ઉપયોગ માટે ઓપ્ટિમાઇઝેશન પ્રોસેસને સમર્થન આપે છે. જો કે, અમુક કિસ્સામાં એન્ટિબાયોટિકસ બિન-અસરકારક બની રહી છે. તેના કારણો જોઈએ તો દર્દીઓને વધુ પ્રમાણમાં એન્ટિબાયોટિકસ આપવી, દર્દી જો વચ્ચેથી સારવાર લેવાનું બંધ કરી દે, હોસ્પિટલોમાં સ્વચ્છતાનો અભાવ, ચેપ નિયંત્રણમાં અભાવ, પશુ અને માછલી ...
વિકાસના વિવિધ પ્રકલ્પોમાં પી.એમ. ગતિશક્તિ પોર્ટલનો પ્રભાવશાળી ઉપયોગ કરનારો રાજકોટ દેશનો પ્રથમ જિલ્લો

વિકાસના વિવિધ પ્રકલ્પોમાં પી.એમ. ગતિશક્તિ પોર્ટલનો પ્રભાવશાળી ઉપયોગ કરનારો રાજકોટ દેશનો પ્રથમ જિલ્લો

Gujarat
હિન્દ ન્યુઝ,રાજકોટ નીતિ આયોગ અને વડાપ્રધાન કાર્યાલય સાથે આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરોની વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાંથી રાજ્યના આયોજનના સચિવ રાકેશ શંકર તથા રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ જોડાયા હતા. આ કોન્ફરન્સમાં આયોજન સચિવ રાકેશ શંકર દ્વારા ગુજરાત રાજ્ય તરફથી ‘જિલ્લો વિકાસના આધારબિંદુ’ એ વિષય પર પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ‘રાજકોટમાં આર્થિક આયોજનના સાધન તરીકે પીએમ ગતિશક્તિ પોર્ટલનો ઉપયોગ’ એ વિષય પર પ્રેઝેટેન્શન રજૂ કર્યું હતું. જેમાં રાજકોટ જિલ્લામાં વિકાસને વેગ આપનારા મહત્ત્વપૂર્ણ પ્રકલ્પો જેમ કે હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટ, રાજકોટ એઈમ્સ, ગઢકા પાસેના અમૂલ પ્રોજેક્ટ, જી.આઈ.ડી.સી., રાજકોટ કાનાલૂસ પ્રોજેક્ટ, જનઆરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીઓના કાર્યને ગતિ આપવા માટે પીએમ ગતિશક્તિ પોર્ટલનો ક...