Monday, February 16News That Matters

Author: Admin Admin

ભાવનગરના જેસર ખાતે કિશોરી કુશળ બનો વિષય અંતર્ગત “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

ભાવનગરના જેસર ખાતે કિશોરી કુશળ બનો વિષય અંતર્ગત “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના જેસર ખાતે કિશોરી કુશળ બનો વિષય અંતર્ગત "સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન" મેળાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાસંગિક ઉદબોધન કરી વિવિધ યોજનાકીય માહિતી પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓ તેમજ વાલીઓને જુદા જુદા વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ જેમા પોષણ અને આરોગ્યનુ મહત્વ, શિક્ષણનું મહત્વ , બેટી બચાવો બેટી પઢાવો નો હેતુ, કાનુની સહાય , જાડા ધાન્યનુ ખોરાકમાં મહત્વ જેવા વિષયો આવરી લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પાંચ કિશોરીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ ITI માં પ્રવેશ લેનાર સાત કિશોરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દી ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ

ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દી ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દીની ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારી જિલ્લા પુસ્તકાલય, જશોનાથ મંદિર પાછળ, ભાવનગર ખાતે મહર્ષિ અરવિંદ ઘોષજીના જીવન સંબંધી તસવીરોના પુસ્તકોનું પ્રદર્શન તા. ૬ થી તા. ૮ જાન્યુઆરી સુધી યોજવામાં આવેલ છે. આ તકે નાયબ માહિતી નિયામક ચિંતન રાવલ, એ.ટી.ઓ. શ્રી ટી.આર મહેતા, યુવા લેખક રવિ મારુ, ઘનશ્યામભાઈ ગઢવી, ગ્રંથપાલ ડો. રવિ પરમાર અને મદદનીશ ગ્રંથપાલ વિવેક સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ તેમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા માટે શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્યા, કલેક્ટર ડી.કે.પારેખ, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત બ્યુરો ચીફ : ડો હકીમ ઝવેરી (ભાવનગર)...
મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ અન્વયે મોકડ્રીલ યોજાઈ

મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ અન્વયે મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ થાય તો તેની સામે કેવા પગલાં લેવા તે અન્વયે ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી.  ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબિત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબીત થઇ શકે છે. ક્લોરીન ગેસને યોગ્ય રીતે હેન્ડલીંગ કરવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં આ બાબતની જાણકારી મળે તથા સતર્કતા રહે તે હેતુથી આ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવેલ. આ મોકડ્રીલ દરમ્યાન કોલોરીન ગેસ લીકેજ થતા ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા તાત્કાલીક કેમ...
ડિસેમ્બર – ૨૦૨૨માં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી

ડિસેમ્બર – ૨૦૨૨માં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         ડિસેમ્બર ૨૦૨૨ના માસમાં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં ૨૬ વિદેશી મુલાકાતીઓ તથા વિવિધ ૧૮ સ્કુલના ૧૭૩૦ બાળકોએનો પણ સમાવેશ થાય છે.         વિશેષમાં એપ્રિલ ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૦,૦૩૯ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત ડીસેમ્બર ૨૦૨૨ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ક્રમ મહાનુભાવોની વિગત ૧ શ્રી રિષિકેશ રોય, ચીફ જસ્ટીસ ઓફ કેરાલા હાઈકોર્ટ ૨ શ્રી આર. રામચંદ્રન IAS, ડે. કમિશનર, બિદર ૩ શ્રી પ્રીતિ ગેહલોત, ઈલેક્શન ઓબ્ઝર્વર ૪ મિનિસ્ટરશ્રી, ઝીમ્બાબ્વે ૫ શ્રી એસ.કે.મહંત...
તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ

તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન કાલાવડ રોડ, નાનામવા રોડ, મવડી રોડ ખાતે કુલ-૧૭ આસામીઓ પાસેથી ૯.૫૦ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા રૂ|.૭,૩૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી મ્યુનિસીપલ કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેશભાઇ પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની આગેવાની હેઠળ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.      ...
મિલકત વેરા નંબર સાથે લિંક નહી થયેલ નળ કનેક્શનોના બાકી પાણી દર વસૂલવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાનો આદેશ

મિલકત વેરા નંબર સાથે લિંક નહી થયેલ નળ કનેક્શનોના બાકી પાણી દર વસૂલવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાનો આદેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી - રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના મિલકત વેરા વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સઘન વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મિલકત વેરાની સાથોસાથ પાણી દરની રકમ ભરવાની બાકી હોય તેવા અનલિંક નળ કનેક્શન અંગેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ આદેશ કર્યો છે. હાલ કુલ-૫૭,૭૮૦ અનલિંક નળ કનેક્શનોના પાણી દરના માંગણાની વસુલાત બાકી છે, જે પૈકી ૨૫૪૦૬ અનલિંક નળ કનેક્શનો એવા છે જેની દરેકની  રૂ.૨૫૦૦૦/- થી વધારે રકમની પેન્ડીંગ માંગણાની વસુલાત કરવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જ્યારે રૂ. ૫,૦૦૦/- કે તેથી વધુ રકમનો પાણી દર ભરપાઈ કરવાનો બાકી હોય તેવા અન્ય કનેક્શનોને પણ આ ઝુંબેશમાં આવરી લેવામાં આવનાર છે.  આ નળ કનેક્શનો મિલકત વેરા નંબર સાથે લિંક થયેલ ન હોઈ બાકી વેરાની સાથે વેરા વસુલાત શાખા દ્વારા મિલકત વેરા સાથે વસુલાત થઇ શકતી નથી. જે વસ...
વોર્ડ નં.૮માં ચાલતી પેવિંગ બ્લોકની કામગીરી નિહાળી, પેવિંગ બ્લોક સ્ટ્રેન્થ અને મટીરીયલ્સની ચકાસણી કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

વોર્ડ નં.૮માં ચાલતી પેવિંગ બ્લોકની કામગીરી નિહાળી, પેવિંગ બ્લોક સ્ટ્રેન્થ અને મટીરીયલ્સની ચકાસણી કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી - રાજકોટ           રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૦૫-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. ૮માં વિદ્યાકુંજ સોસાયટી મેઈન રોડ પર ચાલતી પેવિંગ બ્લોકની કામગીરી નિહાળી હતી તેમજ વોર્ડ નં. ૮ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા કરી હતી.         વોર્ડ નં. ૮માં વિદ્યાકુંજ સોસાયટી મેઈન રોડ પર હાલ જનભાગીદારી યોજના હેઠળ પેવિંગ બ્લોકની કામગીરી ચાલુ છે જેમાં મ્યુનિ. કમિશનરએ કામગીરી નિહાળી પેવિંગ બ્લ...
આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૧૩ યુનિટને સીલ તથા ૭૧- મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ તથા રીકવરી રૂા.૩૪.૫૮ લાખ રીકવરી

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૧૩ યુનિટને સીલ તથા ૭૧- મિલ્કતોને બાકી માંગણા સામે નોટીસ તથા રીકવરી રૂા.૩૪.૫૮ લાખ રીકવરી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી - રાજકોટ  વર્ષ ૨૦૨૨-૨૩ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી: વોર્ડ નં- ૧ શીતલ પાર્ક વિસ્તારમાં આવેલ ૬- કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે. રામાપીર ચોકડી પાસે આવેલ “રંગત રેસ્ટોરન્ટ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૭૦,૦૦૦/- વોર્ડ નં- ૨ શારદાબાગ પાસે આવેલ “ICICI BANK “ ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૩.૮૧ લાખ   વોર્ડ નં- ૪ મોરબી રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૪૪ લાખ  “વિશાલ ટ્રેડર્સ” ના બાકી માંગણા સામે નોટીસ આપેલ. વોર્ડ નં- ૫ કુવાડવા રોડ પર ૨- યુનિટને સીલ કરતા રીકવરી રૂ.૨.૪૦ લાખ વોર્ડ નં- ૬ ભાવનગર રોડ પર આવેલ “ભવાન કોમ્પ્લેક્ષ” શોપ નં.૧ &૨ ના બાકી માંગણા સામે નોટીસ આપેલ છે. “તાપસી ઇન્મીટેશન” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૧,૦૦૦/-    “માનવ એન્ટરપ્રાઇઝ”...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચીકીનું ઉત્પાદન /વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા લક્ષ્મીનગર મેઇન રોડ, મવડી મેઇન રોડ, સાધુવાસવાણી મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ તથા સદર બજાર વિસ્તારમાં આવેલ ચીકીનું ઉત્પાદન /વેંચાણ કરતાં કુલ ૩૨ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૮ પેઢીને લાઇસન્સ બાબતે તેમજ પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના આવેલ.   ·          ફૂડ વિભાગ દ્વારા પારસ એગ્રો સોસાયટી, સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ મુકામે આવેલ મિડ ડે મીલ કિચનની સ્થળ તપાસ કરી ખાધ્ય ચીજોના ૪ નમૂના લેવામાં આવેલ. ·       રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વાંકાણી સાહેબ તથા ફૂડ વિભાગ...