Tuesday, April 14News That Matters

તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

       રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન કાલાવડ રોડ, નાનામવા રોડ, મવડી રોડ ખાતે કુલ-૧૭ આસામીઓ પાસેથી ૯.૫૦ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા રૂ|.૭,૩૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી મ્યુનિસીપલ કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેશભાઇ પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની આગેવાની હેઠળ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *