Monday, February 16News That Matters

ભાવનગરના જેસર ખાતે કિશોરી કુશળ બનો વિષય અંતર્ગત “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના જેસર ખાતે કિશોરી કુશળ બનો વિષય અંતર્ગત “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં પ્રાસંગિક ઉદબોધન કરી વિવિધ યોજનાકીય માહિતી પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓ તેમજ વાલીઓને જુદા જુદા વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ જેમા પોષણ અને આરોગ્યનુ મહત્વ, શિક્ષણનું મહત્વ , બેટી બચાવો બેટી પઢાવો નો હેતુ, કાનુની સહાય , જાડા ધાન્યનુ ખોરાકમાં મહત્વ જેવા વિષયો આવરી લેવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં પાંચ કિશોરીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ ITI માં પ્રવેશ લેનાર સાત કિશોરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *