Monday, February 16News That Matters

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ તેમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા માટે શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્યા, કલેક્ટર ડી.કે.પારેખ, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત બ્યુરો ચીફ : ડો હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *