Wednesday, July 22News That Matters

ચિંતન શિબિરમાં ગુંજ્યો ડ્રમનો નાદ: વહીવટી કુશળતા સાથે કલાનો સંગમ!

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર 

     અડાલજની પવિત્ર ધરા ‘દાદા ભગવાન ત્રિમંદિર’ ખાતે આયોજિત ચિંતન શિબિરનો દ્વિતીય દિવસ યાદગાર બની રહ્યો. વહીવટી કાર્યદક્ષતાના ચિંતન વચ્ચે જ્યારે સંગીતનો સૂર રેલાયો, ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા!

 રુજુલ વોરાના વિશિષ્ટ ડ્રમ સેશન દરમિયાન અદભૂત માહોલ સર્જાયો હતો. જેમાં:

🔹 એ.સી.એસ. શ્રીમતી જયંતી રવિ (ACS Jayanti Ravi)

🔹 વિવિધ જિલ્લાઓના માનનીય કલેક્ટર

સૌએ ઉત્સાહપૂર્વક ડ્રમ વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ડ્રમની થાપ અને સંગીતના તાલે વાતાવરણમાં એક નવી ઊર્જાનો સંચાર થયો અને ઉપસ્થિત સૌ મહાનુભાવો થનગની ઉઠ્યા હતા.

વહીવટમાં તણાવમુક્તિ અને ટીમ વર્કની ભાવના મજબૂત બનાવતા આવા સેશન્સ ખરેખર પ્રેરણાદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *