Wednesday, July 22News That Matters

મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬: વહીવટ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર 

અડાલજ ખાતે આયોજિત ‘મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬’ ના દ્વિતીય દિવસે વહીવટી કાર્યદક્ષતાની સાથે શારીરિક અને માનસિક સુખાકારીનો અદભૂત ઉત્સાહ જોવા મળ્યો!

✨ મુખ્ય અંશો:

🎵 કબીરત્વની સુરાવલી: પ્રથમ દિવસની રાત્રિએ સંત કબીરના જીવન મૂલ્યો અને ભક્તિ સંગીત દ્વારા ‘કબીરત્વ’ ગ્રુપે સૌ અધિકારીઓને મંત્રમુગ્ધ કર્યા. કબીરવાણીના સકારાત્મક સંદેશાએ નવી ઊર્જાનો સંચાર કર્યો.

🧘‍♀️ યોગથી ઊર્જાસભર સવાર: બીજા દિવસની શરૂઆત ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ અને પ્રાણાયામથી થઈ. શારીરિક અને માનસિક તંદુરસ્તીના મંત્ર સાથે અધિકારીઓએ દ્વિતીય દિવસના સત્રોની શરૂઆત કરી.

🤝 લોકોન્મુખી વહીવટ: પારદર્શક અને ઝડપી મહેસૂલી સેવાઓ પૂરી પાડવાના આશય સાથે આ શિબિર રાજ્યના વિકાસમાં નવો આયામ સર કરશે.

રાજ્યભરના કલેક્ટરઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ શિબિર વહીવટી કૌશલ્ય અને નવીન વિચારોનું કેન્દ્ર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *