હિન્દ ટીવી -, ગાંધીનગર જામનગર
સહાયક માહિતી નિયામક તરીકે વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપ્યા બાદ બઢતી સાથે જામનગર ખાતે નિમણૂક અપાઈ
જામનગર તા.૦૬, જામનગર જિલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે શ્રીમતી સોનલબેન જોષીપુરાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકારના માહિતી વિભાગમાં લાંબા સમયનો અનુભવ ધરાવતા સોનલબેન જોષીપુરાની આ નિમણૂકથી જામનગર જિલ્લાની માહિતી કચેરીની કામગીરીને નવો વેગ મળશે.
સોનલબેન જોષીપુરા અગાઉ રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જામનગર માહિતી કચેરીના સ્ટાફ દ્વારા નાયબ માહિતી નિયામકશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પ્રચાર-પ્રસારની કામગીરી વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
