Monday, February 16News That Matters

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMSVANidhi યોજના અંતર્ગત નવી લોન અરજીઓ માટે ફેરીયાઓને લાભ લેવા અનુરોધ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ  

ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત આપવામાં આવે છે.

PM SVANidhi યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં ફેરી પ્રકારનો વ્યવસાય કરતા લાભાર્થીઓને સિક્યુરીટી વિના તબક્કા વાર લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે.

આ યોજનાના લાભાર્થીઓની મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે મ્યુનિ. કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર સી. કે. નંદાણી દ્વારા સતત લીડ બેંક મેનેજર અને તમામ બેંકોનાં રીઝયોનલ ઓફિસર સાથે મીટીંગ તથા ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.

આ યોજનાનો લાભ મહતમ ફેરિયાઓને મળી રહે તેમાટે આયોજન કરવામાં આવેલ છે. આ યોજનાના લાભથી વંચિત રહેલ ફેરીયાઓને લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *