હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળમાં યુવા પેઢીમાં શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ લાવવા માટે તેમજ ડિજિટલ અવનેરનેસ લાવવા સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. સ્મિતાબેન છગના માર્ગદર્શન હેઠળ ‘ડિજિટલ ઇન્ડિયા વીક’ અંતર્ગત ‘સાયબર સુરક્ષા’ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલના સમયમાં સાઇબર ક્રાઇમ, ડિજિટલ ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ તથા સોશિયલ મીડિયા ફ્રોડ ખૂબ જ માત્રામાં વધી રહ્યો છે જેની જાણ ઓછા લોકોમાં હોય છે અને આવી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવી પણ ખૂબ જ જરૂરી હોવાથી આ વિષય પર વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે જુનાગઢ સાયબર ક્રાઇમમાંથી સ્પીકર તરીકે પીઆઇ શ્રી હાંસલીયા, પીએસઆઇ શ્રી નિકુંજ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ પધારેલ હતા.
આ સંપૂર્ણ સેમિનાર સાઇબર ક્લબના કોઓર્ડીનેટર ડૉ. મમતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં સરકારી વિજ્ઞાન કોલેજના પ્રોફેસર ડૉ. ચિરાગબેન ગોસાઈ, મિલન પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયદીપ ઝાલા, ડૉ. ધનંજય પંડ્યા, સચિન સીતાપરા તથા સું. પ્રિયાબેન મંગે, સંદીપ ચોવટીયાએ હાજરી આપી હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં ભાગ લઈને સેમીનારને સફળ બનાવ્યો હતો.
