હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
દ્વીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ GJ32M,N,,P,Q,R,AB,AC,AD તેમજ ફોરવ્હિલ વાહનોની ચાલુ સીરીઝ GJ32K, AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના પસંદગીના નંબરો માટેની હરાજી સબબ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીરસોમનાથ દ્વારા ઉપરોક્ત પસંદગીના નંબરો માટેની હરાજી તા.૧૧/૦૮/૨૦૨૩ના રોજ ખોલવામાં આવશે.
જેમાં ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭માં કરાવી ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. હરાજી સમયસારણી અનુસાર તા.07/08/2023 (4:00pm) થી તા.09/08/2023 (03:59pm) સુધી ઓક્શન માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.09/08/2023 (4:00pm) થી તા.11/08/2023 (03:59pm) સુધી ઓક્શનનું બિડિંગ ઓપન થશે અને તા.11/08/2023ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
જે વાહન માલિક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે અને ઓક્શન બિડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરીઝ ખુલ્યાની તારીખથી દિવસ-૩(ત્રણ)માં બિડિંગ મુજબના નાણાં ઓનલાઇન ભરવાના રહેશે તેમજ તે અંગેની જાણ કચેરીમાં કરવાની રહેશે અન્યથા જેતે નંબર મળવાપાત્ર રહેશે નહીં એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ગીરસોમનાથ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
