Monday, February 16News That Matters

ગીર સોમનાથ જિલ્લામાં ૧૫ થી ૩૫ વર્ષની વયના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ 

     યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કમિશ્નર ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ સંચાલિત ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર – ૨૦૨૩-૨૪નું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે છે.

જેમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓમા વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે જિલ્લાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે.

     નોંધનીય છે કે ભાગ લેવા માટે ગીર સોમનાથ જીલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી (જીલ્લા રમતગમત કચેરી, રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ, ઇણાજ, તા. વેરાવળ, ખાતેથી અરજી ફોર્મ મેળવી નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, આધારકાર્ડ, અગાઉ કોઈ શિબિરમાં ભાગ લીધેલ હોયતો તેના પ્રમાણપત્ર તેમજ અન્ય જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથેની અરજી તા:૦૫/૦૮/૨૦૨૩ સુધીમાં પરત કચેરી ખાતે જમા કરવાની રહેશે. તારીખ, સ્થળ અને સમય ટેલીફોન દ્વારા જાણ અરજી મોકલનારને જ કરવામાં આવશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *